Home મનોરંજન ’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયન ૫’ હિન્દી વર્ઝનમાં જેક સ્પૈરોને અવાજ આપશે અરશદ...

’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયન ૫’ હિન્દી વર્ઝનમાં જેક સ્પૈરોને અવાજ આપશે અરશદ વારસી

661
0

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૦
બોલિવુડ એક્ટર અરશદ વારસી હોલિવુડ એક્ટર જેની ડેપનું ફેમસ કેરેક્ટર કેપ્ટન જેક સ્પૈરોની ફિલ્મ ’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયનઃ સાલાજાર રિવેન્જ’ની હિન્દી રિમેકમાં પોતાનો અવાજ આપશે.
’ગોલમાન અગેન’ની શૂટિંગ કરી રહેલા અરશદે એક ઇન્ટવ્યુમાં જણાવ્યુ કે, ’’હું આ કેરેક્ટરનો શોખીન છું, મને જેક સ્પૈરો ખૂબ જ પસંદ છે. મેં જ્યારથી ’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયન’ ફિલ્મ જોઇ હતી ત્યારથી હું આ કેરેક્ટરનો ફેન થઇ ગયો હતો.’’ તેણે આગળ જણાવ્યુ કે, ’’ડેપ ફિલ્મના અમુક સીન્સમાં શરાબના નશામાં જોવા મળે છે, અને આ કેરેક્ટર પ્લે કરવુ તે મારા માટે મુશ્કિલ છે. શરાબીનું કેરેક્ટર પ્લે કરવું મુશ્કેલ છે. પણ આ ફ્રેન્ચાઇઝી સાથે કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છુ અને ફિલ્મ માટે વધારે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું’
જોની ડેપ ફેમસ ’પાઇરેટ્‌સ ઑફ ધ કેરેબિયન’ ફેન્ચાઇઝીના ફીફ્થ પાર્ટમાં પરત ફરી રહ્યો છે.આ ફિલ્મમાં તેની સાથે જેવિયર બર્ડેમ, બ્રેંટન થવેટ્‌સ, કાયા સ્કોડેલારિઓ, કેવિન મૈકનેલી અને જેઓફ્રી રશ જોવા મળશે. આ ફિલ્મ ૨૬મેના ભારતમાં રિલીઝ થશે.Arshad-Varsi-as-Jack-sparrow

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસમસ્યાનો ઉકેલી સાથે મળીને લાવવા અમિત શાહની કાશ્મીરીઓને અપિલ
Next articleતીરંદાજી વિશ્વ કપમાં ભારતીય પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ