(જી.એન.એસ) તા.૨૦
ગાંધીનગર,
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. જે અન્વયે તા ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ગાંધીનગર ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.સખી વન સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મિશન શક્તિ અનુસાર મહિલા બાળ વિકાસ મંત્રાલય સખી વન સ્ટોપ સેન્ટર સરકાર દ્વારા આ યોજના ૧એપ્રિલ ૨૦૧૫ થી સમગ્ર દેશમાં હિંસાથી પ્રભાવિત મહિલાઓ, જે ખાનગી અને જાહેર જગ્યાએ તકલીફમાં છે, તેવી કિશોરી અને મહિલાઓને એક છત નીચે સંકલિત સહાય પુરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં શારીરિક માનસિક, જાતીય, આર્થિક, ભાવાત્મક, ઘરેલુહિંસા, જાતિય સતામણી, ડાકણપ્રથા તેમજ કિશોરીઓ અને મહિલાઓનો અનૈતિકદેહ વ્યાપાર અને અન્ય હિંસાગ્રસ્ત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. તેમજ તેઓ પોતાના પરિવારમાં સુખમય તેમજ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે તેમનું સતત કાઉન્સેલિંગ કરી પરિવારમાં સમાધાન કરવામાં આવે છે. ઉપરાંત બિનવારસી માનસિક બિમાર મહિલાઓ હોય છે, તેમની સાથે વિશ્વાસ સંપાદન કરી ત તેમની તબીબી સારવાર કરાવી અને તેમનું સતત કાઉન્સેંલિંગ દ્વારા રહેઠાણ શોધીને તેમના પરિવાર સાથે સુખદ મિલન અને પુનઃસ્થાપન કરાવવામાં આવે છે.સખી વન સ્ટોપ સેન્ટરમાં ચાર વર્ષમાં કુલ – ૭૧૭ કેસ નોંધાયા છે.જેમાં ઘરેલુહિંસાના કુલ કેસ ૪૯૮ છે,મિસિંગ કેસ ૮૯ છે. અને અન્ય કેસ ૧૩૦ છે.જેમાં ૩૪૮ કેસો નું સમાધાન કરાવવામાં આવ્યું છે. બાકી નાં ૧૫૦ કેસોનું અન્ય સંસ્થામાં તબદિલ કરવામાં આવ્યા છે.સેન્ટરના કર્મચારીની આવી ઉમદા કામગીરી બદલ તેમજ તેમના સતત પ્રયત્નોના કારણે ૭૦ કેસોમાં સફળતા મેળવી સાફલ્ય ગાથા નાર્માણ પામી છે. સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી તેમજ તેમાં અપાતી સેવાઓ તેમજ હિંસાગ્રસ્ત મહિલાઓને મદદ મળી રહે તે હેતુસર છેવાડાના ગામડાઓ સુધી સેન્ટરના કર્મચારીઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે. અને આવા જાગૃતિ કાર્યક્રમમાં અત્યાર સુધી ૪૨૮ જાગૃતિ કાર્યક્રમ થયેલ છે. અને તેનો લાભ ૬૩,૮૭૦ લાભાર્થીઓએ લીધેલ છે. આવા પ્રચાર પ્રસાર કાર્યક્રમ દ્વારા સેન્ટર પર હિંસાગ્રસ્ત મહિલાઓ મદદ મેળવવા તેમજ આશ્રય હેતુસર આવે છે. આવી મહિલાઓને તેમની સમસ્યાઓ અને તેમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી પરિવાર સાથે સુખમય જીવન જીવી શકે તે માટેના હકારાત્મક પ્રયત્ન કરવામાં આવે છે. આવી મહિલાઓ સાથે ટેલીફોનીક માધ્યમથી ફોલોઅપ લેવામાં આવે છે, ત્યારે તેઓ સેન્ટર અને સેન્ટરના કર્મચારીઓનું હૃદય સ્પર્શી આભાર વ્યક્ત કરે છે. સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી સેન્ટર પર વિવિધ ખાતાના અગ્રણીઓ તેમજ પદાધીકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા વિઝીટ કરવામાં આવી છે. તેઓ દ્વારા પણ સેન્ટરની અપાતી સેવાઓ અને સેન્ટર પરના કર્મચારીઓની ફરજ પરની કામગીરીને હકારાત્મક શબ્દોમાં વર્ણન કરેલ છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં આવતી હિંસાગ્રસ્ત મહિલાની પીડા, વેદના સમજી મહિલાઓ તેમના પરિવારમાં તેમજ સમાજમાં માન મોભા તેમજ સન્માન પુર્વક જીવન જીવી શકે તે માટેના હકારાત્મક પ્રયત્ન કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.