Home ગુજરાત સંગઠનમાં ખાસ કાંઇ ઉકાળી ન શકનાર- “અપરિપક્વ” જીતુ વાઘાણી બનશે રૂપાણી સરકારમાં...

સંગઠનમાં ખાસ કાંઇ ઉકાળી ન શકનાર- “અપરિપક્વ” જીતુ વાઘાણી બનશે રૂપાણી સરકારમાં મંત્રી…!?

399
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.29
ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવાના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે એક નવા ચહેરા તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનો પણ સમાવેશશ કરીને સંગઠનમાં તેમના હોદ્દાને જોતાં તેમને રાજ્યકક્ષાના નહીં પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી માહિતી મળી રહી છે. સંગઠનમાં તેમના સ્થાને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી અટકળો વહેતી થઇ રહી છે. જો કે સૂત્રોના મતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દિવાળીના તહેવારોમાં મળીને વાઘાણીએ પોતાનો સમાવેશ મંત્રીમંડળમાં કરવાની વિનંતી કરી ત્યારે શાહે તેમને એવી સલાહ આપી હતી કે પહેલા પરિપક્વ થાઓ….! આમ જેમને પરિપક્વ થવાની જરૂર છે એવા નેતાને કેબિનેટ મંત્રી બનાવીને સીએમ રૂપાણીની સરકાર ગુજરાતને કયો સંદેશો આપવા માંગે છે…? એવો પ્રશ્ન પણ પક્ષમાં ચર્ચાઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે 2017માં 99 બેઠકો સાથે માંડ માંડ રચાયેલી ભાજપની રૂપાણી સરકાર અને સંગઠનમાં જેમના નેતૃત્વમાં ભાજપે તાજેતરમાં વિધાનસભાની 6 બેઠકોમાંથી 3 ગુમાવીને કોંગ્રેસમાંથી હવે કોઇ ભાજપમાં આવવા તૈયાર ના થાય તેવી બનેલી ભાજપની રાજકિય હાલત માટે જેમને સંગઠનમાં કેટલાક જવાબદાર માની રહ્યાં છે તે વાઘાણીને 3 વર્ષ પ્રદેશ પ્રમુખનો હોદ્દો ઠાઠમાઠથી ભોગવ્યા બાદ હવે કેબિનેટ મંત્રી બનવાના અભરખા જાગ્યા છે.
સૂત્રોએ કહ્યું કે ટૂંક સમયમાં રૂપાણી મંત્રીમંડળમાં ફેરફારો થવાની શક્યતા છે. કેટલાકને પડતા મૂકવામાં આવે અથવા કેટલાકના ખાતાઓમાં ફેરફારો થઇ શકે. જેમાં નવા મંત્રી તરીકે વાઘાણીનું નામ જોરશોરથી ગાજી રહ્યું છે. આ જ વાઘાણીને પક્ષના એક નેતાએ પહેલા પરિપક્વ થાઓ પછી વાત એવું સાફ સાફ સુણાવ્યું હતું. ઉપરાંત વાઘાણીએ પોતાની સામેના ચેક બાઉન્સ કેસની વિગતો છુપાવતાં અને આ કેસમાં વાઘાણીને એક આરોપી તરીકે કોર્ટમાં હાજર થવુ પડ્યું અને પક્ષને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યું હતું.
સંગઠનના સૌથી ઉચ્ચ હોદ્દા પર રહીને પણ વાઘાણી ખાસ કાંઇ ઉકાળી શક્યા નથી. વિધાનસભાની એક એક બેઠક મહત્વની હોય છે ત્યારે ભાજપે પેટા ચૂંટણીમાં જે 3 બેઠકો ગુમાવી તેમાં એક બેઠક તો ભાજપની પરંપરાગત હતી અને અલ્પેશ ઠાકોરની તથા ધવલસિંહ ઝાલાની બે બેઠકો કોંગ્રેસને પરત મળતાં ભાજપ માટે તે મોટા રાજકિય ફટકા સમાન છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેની નૈતિક જવાબદારી સંગઠનના વડા તરીકે વાઘાણીની જ થઇ શકે. વડાપ્રધાન એક તરફ કોંગ્રેસમુક્ત ભારત માટે ઝઝુમી રહ્યાં છે અને કોંગ્રેસને ક્યાંય પણ એક પણ બેઠક મળવી ના જોઇએ એવી ગણતરી સાથે કામ કરી રહ્યાં છે ત્યારે વાઘાણીએ કોંગ્રેસને 3 બેઠકો તાસકમાં મૂકીને આપીને કોંગ્રેસમાંથી હવે કોઇ ભાજપ તરફ ડોકિયું પણ ના કરે એવું કરી નાંખ્યું છે. આમ સંગઠનમાં નિષ્ફળ નિવડેલાને મંત્રી બનાવીને સીએમ રૂપાણી પોતાની સરકારનેા કયા ખાતાને નબળુ બનાવવા માંગે છે…? એમ પણ સૂત્રોએ કહ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્ય હવે ઉડતા ગુજરાત બનવાની તૈયારી…!! સ્કૂલના બાળકો કરી રહ્યા છે વ્હાઇટનરનો નશો
Next articleસરકારી ભરતીઓ કોના માટે…? રૂપાણી સરકાર નવયુવાનોની મહેનત પર કરી રહી છે મજાક..?