Home ગુજરાત સરકારી ભરતીઓ કોના માટે…? રૂપાણી સરકાર નવયુવાનોની મહેનત પર કરી રહી છે...

સરકારી ભરતીઓ કોના માટે…? રૂપાણી સરકાર નવયુવાનોની મહેનત પર કરી રહી છે મજાક..?

390
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૩૦
દેશમાં મંદીનો માહોલે માજા મૂકી છે ભાજપ સરકાર મંદી રોકવામાં સતત નિષ્ફળ નીવડી રહી છે, ભાજપના રાજમાં બેકારી અને મંદીના કારણે લોકો બેકાર બની ગયા છે અને આપઘાત જેવા પગલાં ભરી રહયા છે, વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે વેપાર ધંધા હોય કે પછી ખેડૂત વર્ગ આને રૂપાણી સરકાર વિકાસ ગણાવી રહી છે..? રૂપાણીજી તમારી સરકારમાં સરકારી ભરતીઓ ઘણી થઈ છે તે વાત તદ્દન સાચી છે પણ તે ભરતીઓ થઈ છે કોના માટે…? તે તમે કદાચ સારી રીતે જાણતા હશો..? તમે પારદર્શકતાની વાતો કરો છો પણ પારદર્શકતા લાવવામાં સતત નિષ્ફળ નીવડી રહયા છો..! તમારી સરકાર જ્યારે સરકારી ભરતી બહાર પાડે છે ત્યારે લાખો યુવાનો ફોર્મ ભરતા હોય છે અને એક આશાનું કિરણ તેમના ભવિષ્ય માટે બંધાય છે અને પોતાના પાસે રૂપિયા ના હોય તો ઉછીના લઈને પણ ટ્યુશન ક્લાસિસની ફી ભરતા હોય છે અને મહેનત કરતા હોય છે પરંતુ તમારી સરકારમાં જયારે પરિક્ષા લેવામાં આવે ત્યારે છબરડા થતા જોવા મળે છે, અને મહેનત કરતા યુવાનોની આશા ઉપર પાણી ફરી જતું હોય છે…! આ તમારી સરકારમાં વિકાસ છે..? આજ સુધી ઘણી ભરતીઓમાં ગેરરીતિ થતી જોવા મળી છે, તમારી જ સરકારમાં રેવન્યુ તલાટીની ભરતીમાં પણ મસ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેમા હાલના ચાલુ મંત્રીનું નામ પણ ઊછળ્યું હતું ત્યાર પછી એક પછી એક સરકારી ભરતીઓમાં છબરડા થતા જોવા મળ્યા છે, ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓના પરિણામો તેમજ પરીક્ષાઓ ઘણા વર્ષો સુધી પેન્ડિગ રહયા કરે છે, આવું કેમ..? ડીઝીટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે તો કેમ પરીક્ષા પણ ઓનલાઈન લઈને તુરંત પરિણામ આપી શકાતું નથી..? ગુજરાતમાં ઓનલાઈન સેવાઓ ઘણા વિભાગોમાં ચાલુ કરી દેવામાં આવી છે જેવી કે રેવેન્યુ વિભાગ, આર.ટી.ઓ. વિભાગ, ટોલ ટેક્સ જેવા ઘણા વિભાગોમાં પારદર્શકતા આવે તે માટે ઓનલાઈન સેવાઓ ચાલુ કરી દેવાઈ છે તો સરકારી ભરતીઓમાં પણ કેમ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવતી નથી, સરકારી ભરીતિઓના ફોર્મ તમે ઓનલાઇન ભરાવી શકો છો તો ઓનલાઈન પરીક્ષા લઇ ઓનલાઈન પરિણામ કેમ તત્કાલ જાહેર ના થઇ શકે..? રૂપાણીજી જો ખરેખર તમને ગુજરાતના નવયુવાનોની ચિંતા હોય તો તત્કાલ આ બિનસચિવાલાયની ભરતી રદ્દ કરી ઓનલાઈન પરીક્ષા લઈ તત્કાલ પરિણામ આપો.. કેમ તમારી સરકાર નવયુવાનોની મહેનત ઉપર પાણી ફેરવી રહી છે..? સરકારી ભરતીની પરિક્ષા લેવાય છે તો તેનું પરિણામ વર્ષો સુધી અપાતું નથી..? તે તમે કોઈ દિવસ તાપસ કરવાની તસ્તી લીધી છે..? છેલ્લા કેટલાય સમયથી જ્યારે પણ સરકારી ભરતીની પરીક્ષાઓ લેવાઈ છે ત્યારે ત્યારે છબરડા જ થયા છે…! શુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમને અશિત વોરા પરિક્ષા લેવા માટે સક્ષમ નથી કે શું..? છબરડા થવાનું કારણ શું છે તે દરેક લોકો સારી રીતે જાણે છે..! રૂપાણીજી આ પરીક્ષાના છબરડા નહીં પણ નવયુવાનોની જિંદગી સાથે છબરડા થઈ રહયા છે, જો સરકારી ભરતીની પરીક્ષા ઓનલાઈન લઈને ઓનલાઈન તુરંત પરિણામ આપવામા આવે તો ગેરરીતિ થતી અટકતી જોવા મળશે, હવે જોવાનું એ રહયું કે બિનસચિવાલાયની પરીક્ષા રદ્દ થશે..? કે પછી નવયુવાનોની મહેનત ઉપર પાણી જ ફરી વળશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંગઠનમાં ખાસ કાંઇ ઉકાળી ન શકનાર- “અપરિપક્વ” જીતુ વાઘાણી બનશે રૂપાણી સરકારમાં મંત્રી…!?
Next article“બેટી બચાવો” એ સરકારી અભિયાન છે કે પછી દીકરી વાળાઓને ચેતવણી…..?