(જી.એન.એસ)બેંગ્લુરુ,તા.૫
મૅચ-ફિક્સિગંના આક્ષેપોને પગલે ભારતીય ક્રિકેટમાંથી બાકાત કરવામાં આવેલા પેસ બોલર શ્રીસાન્તે પોતાના પરનો આજીવન પ્રતિબંધ હટાવવા સુપ્રીમ કોર્ટમાં જવાનો ઇરાદો બે દિવસ પહેલાં વ્યક્ત કર્યો હતો જેના પ્રત્યાઘાત તરીકે જ્યારે ગઈ કાલે અહીં ભારતીય ક્રિકેટના લેજન્ડ કપિલ દેવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જો શ્રીસાન્ત એવું માનતો હોય કે ક્રિકેટ બોર્ડે તેના પ્રત્યે પક્ષપાતી વલણ અપનાવ્યું છે તો પછી તેણે (શ્રીસાન્તે) પોતાનો આ દાવો પુરવાર કરતા ઉદાહરણો આપવા જ જોઈએ.’
બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ કેરળના આ પેસ બોલર પરનો આજીવન પ્રતિબંધ ન ઉઠાવવાનો અભિગમ વ્યક્ત કર્યો છે. કપિલ દેવ ક્રિકેટની કરિયર પૂરી કર્યા પછી ગૉલ્ફ રમે છે. તેમને અહીં એક ગૉલ્ફ સ્પર્ધા વખતે શ્રીસાન્ત અને બીસીસીઆઇ વચ્ચેની મડાગાંઠ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘જો તે (શ્રીસાન્ત) માનતો હોય કે બીસીસીઆઇ તેના પ્રત્યે પક્ષપાતી વલણ અપનાવે છે તો પછી તેણે પોતાનો એ દાવો પુરવાર કરતા પૂરતા કારણો બતાવવા જ જોઈએ. ઘણાને લાગતું હશે કે શ્રીસાન્ત જો સાચો હોય તો તેને ફરી ભારત વતી રમવાનો મોકો મળવો જ જોઈએ. જોકે, છેવટે તો મૅચમાં અગિયાર ખેલાડીઓ જ રમવાના. શ્રીસાન્તે જે પ્રતિભાવો આપ્યા છે એ તેના અંગત છે. મારે એના પર વધુ ટિપ્પણી નથી કરવી.’
દરમિયાન, ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ બૉડી પોતાના પ્રત્યે પક્ષપાતી વલણ દાખવી રહી છે, એવા શ્રીસાન્તના આક્ષેપને બીસીસીઆઇની ઍન્ટિ-કરપ્શન ઍન્ડ સિક્યોરિટી યુનિટના ચીફ નીરજકુમારે નકારી કાઢી હોવાનું મનાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.