Home મનોરંજન - Entertainment શ્રદ્ધા કપૂર જેવી દેખાતી છોકરી રાતોરાત ફેમસ

શ્રદ્ધા કપૂર જેવી દેખાતી છોકરી રાતોરાત ફેમસ

46
0

બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર જેવી દેખાતી છોકરીનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

ઘણીવાર આપણને એવું કહેવામાં આવે છે કે, આ દુનિયામાં આપણા જેવા દેખાવના 7 વ્યક્તિઓ હોય છે, પરંતુ કેટલાકને આ વાતનો વિશ્વાસ હોતો નથી. જયારે ઘણીવાર તો એવું પણ બને છે કે,  આવી કોઈ આપની દેખાવ વાળી હમશકલ વ્યક્તિ મળે છે, આપણે જોઈને હેરાન રહી જઈએ છીએ. આ લોકો એટલા વાયરલ થાય કે, તે ઘણીવાર રાતોરાત સેલિબ્રિટીઝ પણ બની જાય છે.

આ વચ્ચે હાલમાં બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી જ એક છોકરી જોવા મળી અને આ જોવા મળેલી છોકરીનો ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 11 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની મેચ હતી.

આ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ખુબ વાયરલ થઈ હતી. જેમણે વ્હાઈટ કુર્તી પહેરી હતી અને તેના વાળ ખુલ્લા હતા. આ છોકરી અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી લાગી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા હતા કે, આ શ્રદ્ધાકપુરની બહેન છે. કોઈ કહી રહ્યા છે શ્રદ્ધા કપૂરની હમશકલ છે.

આ બધું જોયા બાદ ખુબ બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધાકપુરે પણ આના પર રિએક્ટ કર્યું હતુ. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર આઈપીએલ ગર્લનો વાયરલ ફોટો શેર કરતા લખ્યું કે, અરે મેં તો હું. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુર જેવી દેખાતી આ છોકરી સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. તેનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઈન્સ્ટાગ્રામ પર 154K ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘સિંઘમ અગેઇન’ દિવાળીની આસપાસ રિલીઝ થાય તેવી શક્યતા
Next article‘શ્રીમદ રામાયણ’ શોના સીન પર દર્શકો ભડક્યા