(જીએનએસ: હર્ષદ કામદાર) તા.1
દેશમાં સીએએ અને એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. તેને સમાવવા માટે વડાપ્રધાનશ્રીએ ગાંધીજીની સાથે જોડી દીધો છે. તો રાષ્ટ્રપતિ કોવિદજીએ બજેટ સત્રના પ્રથમ દિવસે મોદીજીની જેમ ગાંધીજી સાથે જોડી દીધો. તેમણે કહ્યું કે સીએએ બનાવીને સંસદે ગાંધીજીની ઈચ્છા પૂરી કરી છે. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને શીખ ભારતમાં આવી શકે છે. તેમજ તેમણે એવું પણ કહ્યું કે રાજકિય પક્ષો મહાત્મા ગાંધીજીને અનુસરે…. અને આ ખરેખર ખૂબ જ સારી વાત છે. પરંતુ કોઈપણ બાબતની શરૂઆત પોતાના ઘરમાંથી જ કરવામાં આવે તો તે બાબતનો સૌ કોઈ સ્વીકાર કરે. ગાંધીજી જેવું કરકસરયુક્ત સાદગી ભર્યુ જીવન જીવવાનું,સત્ય બોલવાનુ…. ખરેખર ઘણી સારી વાત કહી… પરંતુ દેશમાં ભાજપા અને તેની સરકાર મહાત્મા ગાંધીજીની આ બાબતનો સ્વિકાર કરશે ખરો…? દેશના ભાગલા પડ્યા તે સમયમાં તે સમયને આધીન ગાધીજીએ હીન્દુ,શીખ વગેરેને અહી ભારતમા આવવુ હોય તો આવે આ વાત કરી હતી અને એ વાતને પણ આજે 72 વર્ષના વહાણા વિતી ગયા છે. તે સમયમાં જેઓને પાકિસ્તાનમાંથી આવવુ હતું તે આવી ગયા હતા. બાકી ઠરીઠામ અને પોતાને સુરક્ષિત સમજનારાઓ ભારતમાં આવ્યા ન હતા. કાળક્રમે પાકિસ્તાનના સત્તાનસીનો પોતાની સત્તા ટકાવી રાખવા માટે જીણાના નિધન બાદ અને તેમાં પણ 1965ના ભારત- પાકિસ્તાન યુદ્ધ પછી ભારતને દુશ્મન તરીકે પ્રસ્થાપિત કરવાના પાકિસ્તાનના પ્રયાસો શરૂ થઈ ગયા હતા.. અને ત્યાંના સત્તાનસિનો સાથે ઇસ્લામ ધર્મના વડાઓ પણ ભળી ગયા તે સાથે મદરેસાઓમાં પણ ભારત વિરોધી માનસિકતાના બીજ રોપવાનું શરૂ કરી દીધું.. પરિણામે આજે પાકિસ્તાનમાં શાસન કરવું હોય- સત્તાનસિન થવું હોય તો ભારત વિરુદ્ધ ઝેર ઓકવુ પડે… અને તે સાથે બિન મુસ્લિમો સામે ધીરે ધીરે વિરોધ કરવાનું શરૂ થયું. પરંતુ આજે પણ ત્યાંના પંજાબ અને સિંધ પ્રાંતમાં બિન મુસ્લિમો રહે છે અને સલામત પણ છે….. અને એ જ વાત ભાજપાએ ભારતમાં પકડી લીધી છે ચાહે રામ મંદિરના નામે,ચાહે ગાય માતાને નામે કે ગંગાના નામે અને હવે સીએએ- એન.આર.સી દ્વારા મુસ્લિમોને બાકાત કરવાને બહાને….! જો કે દેશમાં બાંગ્લા મુસ્લિમો ઘૂસી ગયા છે તે હકીકત છે અને ખુદ ભાજપા પણ છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી તે માટે બુમરાણ મચાવતો આવ્યો છે…. પણ સત્તા મળ્યા બાદ આ મુદ્દો ભૂલી જવામાં આવે છે તેવું રાજકીય પંડિતો અને બુદ્ધિજીવીઓની કહેવું છે….!
સીએએને ગાંધીજી સાથે જોડી દેવાનો ભાજપનો એક રાજકિય વ્યુહ છે તેવુ લોકો સમજી જતા તે વાત સ્વીકારવા તૈયાર નથી. અને દેશભરમાં વિવિધ રાજ્યોમાં સીએએ- એનઆરસી કાયદા વિરુદ્ધમા દેખાવો દોઢ માસથી ચાલી રહ્યા છે.જેમાં શાહીનબાગના શાંત મહિલા આંદોલનકારીઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે… શાહીનનબાગ ખાતે છેલ્લા દોઢ માસથી હજારો મહિલાઓ બાળકો સાથે તિરંગા ઝંડા સાથે રાષ્ટ્રીય સૂત્રો પોકારતા અને રાષ્ટ્રીય ગીતો ગાતા ગાતા સીએએનો વિરોધ કરી રહી છે. તેમાં માત્ર મુસ્લીમ બાનુઓજ નહીં પણ મોટા પ્રમાણમાં બિન મુસ્લીમો પણ જોડાયેલા છે. જેની મોટી અસર પેદા થઈ છે અને શાહીનબાગનો મુદ્દો દિલ્હી ચૂંટણીમાં ભાજપાએ ઉઠાવ્યો પરંતુ તે મુદ્દો જામિયા પાસે તારીખ 30 મી એ મહાત્મા ગાંધી નિર્વાણ દિને રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ આપવા જઇ રહેલી વિદ્યાર્થીઓની રેલી સામે પોલીસ બંદોબસ્ત છતાં ગોપાલ નામના યુવાને ઘુસી જઈને રિવોલ્વરમાંથી ગોળી મારતા એક વિદ્યાર્થી ઘાયલ થયો તેના ઘેરા પ્રત્યાઘાત દીલ્હી રાજ્યમાં પડતાં શાહીનબાગ મુદ્દો ભાજપા માટે બૂમરેંગ બની ગયો છે… તો અનુરાગ ઠાકુરની ભાષા અને પ્રવેશ વર્માની ભાષા એ આમ પ્રજા ભડકી છે. અને ભાજપા માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. તો ચૂંટણી પંચે પોલીસ રાહે પગલા ન લેતા ચૂંટણીપંચ ઉપર પણ લોકો શંકા-કુશંકાઓ વ્યક્ત કરવા લાગ્યા છે. અને આ બધા વચ્ચે ગોળી છોડનાર કોણ હતો તે બાબતે ભાજપાએ રાજકારણ ખેલ્યુ…. પણ લોકો સમજી ગયા છે.. કે આ કોનો માણસ હતો….! કારણ જેએનયુ હુમલાખોરો બાબતે પોલીસે જે કામગીરી કરી હતી તેવી જ આ ગોળી મારનાર માટે પોલીસ કાર્યવાહી થઈ છે….! તેથી લોકો મનમા સમજી ગયા છે પરંતુ બોલતા નથી….!!
આ બધી બાબતો વચ્ચે સીએએ કાયદાનો વિરોધ કરતા પ્રશાંત કિશોર અને પવન ગુપ્તાને નીતીશકુમારે પક્ષનો દરવાજો દેખાડી દીધો છે ત્યારે જ શુક્રવારે એનડીએના સાથી પક્ષોની બોલાવેલી મિટિંગમાં જેડીયુના સાંસદ લલનસિહે એનસીઆર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમાના પ્રશ્નો દૂર કરવા આકરા પાણીએ રજૂઆત કરી હતી ત્યારે તેમની સાથે અકાલી દળ જોડાતા આ મુદ્દે ભારે ગરમાગરમી જામી હતી. ત્યારે અમિત શાહને દરમિયાનગીરી કરવી પડી હતી. લલનસિહનો સવાલ હતો કે માતા-પિતા ની જન્મ તારીખ અને સ્થળ બતાવવાનું શા માટે.?તેના અનુસંધાને અમિત શાહે સભ્યોને શાંત કરતાં કહેલું કે આ મુદ્દે સરકારે અગાઉ સ્પષ્ટતા કરેલીજ છે. માતા-પિતા ની જન્મ તારીખ અને સ્થળ અંગેનો જવાબ આપવાનું ફરજિયાત નથી. આ જવાબ પછી સાથી સભ્યો શાંત ન થતા અમિત શાહને ખાતરી આપવી પડી કે આ અંગે ચર્ચા જરૂરથી કરવામાં આવશે. આ જવાબ પછી સભ્યોનો આક્રોશ હળવો થયો હતો. છતાં શંકા-કુશંકાના વમળો પેદા થઈ ગયા હતા. આ બાબત દિલ્હી ક્ષેત્રમાં ફરી વળી હતી. પરંતુ લોકો એ વાતનો વિશ્વાસ કરવા તૈયાર ન હતા….. કારણ અગાઉ અમિત શાહ કહુ ચૂક્યા છે કે સીઐએ- એનઆરસીનો કોઈ પણ સંજોગોમા અમલ થઈને જ રહેશે. જેની દિલ્હી ક્ષેત્રમાં ભારે અસર પડી છે… તો ભાજપાના નેતા ડોક્ટર હર્ષવર્ધને કેજરીવાલ દિલ્હી કા બેટા અંગે મુદ્દો ઉઠાવ્યો અને કેજરીવાલે જે જવાબ આપ્યો તેનાથી યુપી,હરિયાણાના મતદારો “આપ” પર ઓળઘોળ થઈ ગયા છે…. પરંતુ બુદ્ધિજીવીઓ કહેતા થઈ ગયા છે કે ભાજપા નીચલા સ્તરે પ્રાંતવાદનુ ઝેર ઓકવા લાગ્યો છે જે દેશ માટે યોગ્ય નથી….! વંદે માતરમ…..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.