Home ગુજરાત રૂપાણી સરકાર દ્વારા પત્રકારોનું હોર્સ ટ્રેડીંગ..? ૫૦-૫૦ હજારની પત્રકારોને ઓફિશિયલ લાંચ..!

રૂપાણી સરકાર દ્વારા પત્રકારોનું હોર્સ ટ્રેડીંગ..? ૫૦-૫૦ હજારની પત્રકારોને ઓફિશિયલ લાંચ..!

387
0

– સ્વ પ્રસિદ્ધિ માટે સરકારી ખજાનામાંથી ૫૦-૫૦ હજારના ચેક અપાયા
– રાજકોટ કલેકટર દ્વારા અખબારના માલિકોને અંધારામાં રાખીને પત્રકારોનું હોર્સ ટ્રેડીંગ કરાયું….!!
– ૨૬મીની ઉજવણીની પ્રસિદ્ધિના સારા કવરેજ માટે અખબારના માલિકોની ઉપેક્ષા કરી પત્રકારોને નવાજ્યા….!!
– સનદી અધિકારીનો લુલ્લો બચાવ-દાન આપનાર દાતાના કહેવાથી ૮ પત્રકારો પસંદ કર્યા અને ૫૦-૫૦ હજાર આપ્યા….!!
(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે)રાજકોટ,તા.૨
સરકારી કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરીના સારા કવરેજ માટે ૮ પત્રકારોને ૫૦-૫૦ હજારની લાંચ ચેક દ્વારા આપીને હું ભ્રષ્ટાચાર સામે અડધી પીચે ફટકાબાજી કરી રહ્યો છું એમ કહેનાર સીએમ વિજય રૂપાણી સરકારની ઈજ્જતના ધજાગરા કરનાર રાજકોટ કલેકટર રેમ્યા મોહને એવો બચાવ કર્યો કે ૨૬મી ની ઉજવણી માટે દાન આપનાર દાતા ના કહેવાથી ૮ છાપાંના પત્રકારોને ૫૦-૫૦ હજાર કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટે આપવામાં આવ્યા છે. છાપાં ના માલિકો ને બદલે પત્રકારોના નામે કેમ ચેક આપવામાં આવ્યા તેનો કોઈ ખુલાસો તેઓ કરી શક્યા નહોતા. કલેકટર દ્વારા અખબાર ના માલિકો ને અંધારામાં રાખીને જે તે પત્રકારોના નામે ચેક રૂપે લાંચ આપીને હોર્સ ટ્રેડીંગનો ધંધો કરવામાં આવ્યો હોવાની છાપ ઉપસી રહી છે. કેમ કે અખબાર માં તેના માલિકો કે તંત્રી ની મંજુરી વગર પત્રકારો એક લીટી પણ લખી સકતા નથી.
૨૬મી ના સરકારી ઉજવણીના કવરેજ માટે રાજકોટ કલેકટરે પોતાની સહીથી ૮ પત્રકારોને ૫૦-૫૦ હજારના ચેક આપીને લાંચ આપી હોવાનો ધડાકો એક અખબારે કરીને રૂપાણી સરકાર ની પોલ ખોલી નાખી છે. નોંધનીય છે કે જે ૮ પત્રકારોને ચેક આપવામાં આવ્યા તેમાં ધડાકો કરનાર અખબાર દિવ્ય ભાસ્કર ના પત્રકાર નો પણ સમાવેશ થાય છે. ભારે હોબાળો અને સરકારની આબરૂના લીરેલીરા થયા બાદ કલેકટરે આજે તાબડતોડ પ્રેસ બોલાવીને ખુલાસો અને બચાવ કર્યો હતો.
તેમને સવાલ કરાયો કે ૨૬મી ની ઉજવણી અંગેના સમાચારના સારા કવરેજ માટે જે તે અખબારનાં માલિકોને કેમ નાં કહ્યું અને પર્સનલ નામે ચેક કેમ અપાયા અને તે પણ ૮ જ અખબારના કેમ…? કેમ કે રાજકોટ થી તો ૧૬ અખબાર પ્રસિદ્ધ થાય છે. ત્યારે તેના જવાબમાં કલેકટરે પોતાની જવાબદારી વિરાજ એન્ટરપ્રાઈઝ નામના દાતા પર ઢોળીને કહ્યું કે આ દાતાએ અમને કહ્યું કે ઉજવણીના સમાચાર સારી રીતે આવે તે માટે જે તે પત્રકારો ને ૫૦-૫૦ હાજર તેમણે આપેલી દાન ની રકમ માંથી આપે. આ દાતાના કહેવાથી કલેકટરે ૮ પત્રકારો ને ૫૦-૫૦ હજાર આપ્યા…..! તેમને સવાલ કરાયો કે દાતાએ તેમને એમ કહ્યું હોત કે ઉજવણીની સારી કામગીરી બદલ દરેક સરકારી કર્મચારી ને એક-એક હજાર આપો, તો આપ્યા હોત…? જવાબમાં ભેદી મૌન….!!
કલેકટરનું કહેવું હતું કે ઉજવણી ના સમાચાર સારી રીતે છાપવા માટે જો ખોટું જ કરવાનું હોત તો રકમ ચેકથી નાં આપત. જો કે ઉજવણીની મેટર સારી રીતે છપાય તે માટે અખબારના માલિકો કે તંત્રીઓ ને કેમ કહેવામાં નાં આવ્યું અને એટલી રકમ ની જાહેરાત આપી શકાઈ હોત કે ૧૬ અખબાર માંથી માત્ર ૮ જ અખબાર અને તેમના પત્રકાર ને વ્યક્તિગત રીતે કેમ પસંદ કરવામાં આવ્યા તે સવાલોના જવાબો તેઓ આપી શક્યા નહોતા.તેથી એક એવી છાપ પડી છે કે કલેકટર દ્વારા ખોટું કરવા માટે જ અખબારના માલિકોને અંધારામાં રાખીને બારોબાર પત્રકારો ને ખરીદવાનો એટલે કે હોર્સ ટ્રેડીંગ કરવામાં આવ્યો છે. મેટર સારી રીતે લેવા માટે માહિતી ખાતા નો કેમ ઉપયોગ નાં કરાયો તેવા સવાલના જવાબ માં એમ કહ્યું કે આ ઉજવણી લોક ભાગીદારીથી એટલે કે ઉઘરાણું કરીને અને તે રકમનું અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને કરી છે. એટલે આ માહિતી ખાતાનું કામ નહોતું. તેથી માહિતી ખાતાને બાકાત રાખવામાં આવ્યું હતું….!!
સુત્રોએ રાજકોટ કલેકટર ના ખુલાસા અને બચવ ના પગલે ઉભી થયેલી છાપ અંગે એમ કહ્યું કે કલેકટરે ઉજવણીના સમચાર પ્રસિદ્ધ માટે માલિકોની જાણી જોઇને ઉપેક્ષા કરી છે. સનદી અધિકારી હોવા છતાં દાતાના નામે જવાબદારી એમના પર નાખીને અખબારોમાં ભાગલા પાડવાની, વહાલા દવલા ની નીતિ અપનાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું CAA લાવી મોદી સરકારે ગાંધીજીની ઈચ્છા પૂરી કરી….. હે….? ખરેખર…..?
Next articleહીરાવાડી મહાવીરનગર ખાતે ખોડિયાર જંયતીની ઉજવણી કરાઈ, હજારો ભક્તો રહ્યા હાજર