(જીએનએસ: હર્ષદ કામદાર)
લોકમતથી કેન્દ્રમાં સત્તારૂઢ થયેલ ભાજપા દેશભરના લોકોનો મત સમજવામાં થાપ ખાઈ ગયો છે. અને લોકોએ આપેલ સ્પષ્ટ બહુમતીને કારણે તેના રાજનેતાઓ એવું માની બેઠા છે કે લોકોએ અમને તમામ પ્રકારના નિર્ણયો લેવાની સત્તા આપી દીધી છે… લોકોએ જે બહુમતી આપી છે તે તેમના નેતાઓએ- ભાજપાએ કરેલ ચુંટણી સમયના વાયદાઓ અને વચનોને આભારી છે… પરંતુ ભાજપા રાજનેતાઓએ ચૂંટણી સમયે પ્રજાજનોને કરેલ વાયદાઓ નો અમલ કરવામાં નિષ્ફળ ગયો છે… કે પછી… અમલ જ કર્યો નથી….!? અને સત્તારૂઢ થયા બાદ એક પછી એક એવા નિર્ણયો લીધા કે આમ પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. મોંઘવારીએ માઝા મૂકી છે, તો મંદી એ હદે નીચલા સ્તરે પ્રસરી ગઈ છે કે મોટાભાગના તમામ પ્રકારના અનેક ઉત્પાદક એકમો બંધ થઈ ગયા છે. તેમ કહેવું અતિશયોક્તિ નથી….! દેશના લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. દેશની નિકાસ પણ ઘટીને તળિયે પહોંચવા તરફ છે. પરિણામે દરેક ક્ષેત્રના ઉત્પાદન કરતા એકમોને ઉત્પાદનમાં માગ ઘટી જવાથી પોતાના એકમોને તાળા મારી દેવાની ફરજ પડવા સાથે પોતાના નોકરી કરતા કર્મચારીઓને છૂટા કરી દેવા પડ્યા છે… પરિણામે બેરોજગારી એ હદે વધી ગઈ કે દેશભરમાં તેની બેહદ અસર થવા પામી છે. કરોડો પરિવારોને જીવન ગુજારવા માટે બે છેડા ભેગા થઇ શકતા નથી….! અને તેમાં પણ સત્તારૂઢ કેન્દ્રના રાજનેતાઓએ દેશની મંદી રોકવા, આર્થિક સ્થિતિ સધ્ધર કરવા, મોંઘવારી ડામવા માટેના જરૂરી પગલાં ભરવામા નિષ્ફળ રહ્યા છે પરિણામે લોક મત ભાજપા વિરુધ્ધ થતો ગયો. અને છ-6 જેવા રાજ્યોમાં ભાજપાએ લોકમત ગુમાવતાં એના હાથમાંથી સરકી ગયા છે. છતાં ભાજપાના રાજનેતાઓ તેમના સુબેદાર ની વાત શું સ્વિકાર્યા કરે છે. તેમને કોઈ સાચી સલાહ આપતું નથી…..! તો તેમને સલાહ આપનારા જમીનની સ્થિતિ જાણતા નથી કે પછી સમજતા નથી….! પરિણામે દેશભરમાં લોકોમા મોટા પ્રમાણમાં આક્રોશ છવાઈ ગયો છે. ત્યારેજ કેન્દ્ર સરકાર સીએએ બીલ લાવી પછી NRC દેશભરમાં અમલી બનશે તેવી વાત કરી. અને તેને કારણે દેશભરમાં વિરોધ તો થયો પરંતુ અનેક રાજ્યોમાં લોક ભડકો થયો છે. ત્યારે ભાજપા રાજનેતાઓએ લોકમતની કદર કરવાનો અને સમજવાનો સમય પાકી ગયો છે….!!
લોકમતથી કેન્દ્રમાં સત્તારૂઢ થયેલ ભાજપા સરકારે એક પછી એક એવા નિર્ણયો લીધા કે જેના કારણે આમ પ્રજા ત્રસ્ત થઈ જાય અને ખરેખર આમ પ્રજા પરેશાન થઈ ગઈ છે. નોટ બંધી, આધારકાર્ડ અને તેની પ્રક્રિયાને લઇને સમગ્ર દેશના લોકોમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો હતો ત્યારે કેન્દ્ર સરકારે જાહેર સાહસો વેચી દેવાનો નિર્ણય કર્યો જેને લોકોક્રોશમા બળતામા ઘી હોમવાનું કામ કર્યું છે. કારણ જાહેર સાહસોનું ખાનગીકરણ કરતા દેશના ભણેલા- ગણેલા, ઉચ્ચ અભ્યાસ કરેલાઓને સરકારી નોકરી માટેના દરવાજા બંધ થઈ જવાના છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને યુવાવર્ગમાં આક્રોશ ફરી વળ્યો ત્યારેજ જેએનયુ માં ફી વધારો કરતા દેશભરના વિદ્યાર્થીઓના દિલમાં છૂપો ભડકો શરૂ થયો હતો. અને દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને યુવા જગતે વિરોધ કર્યો હતો, દેખાવો કર્યા હતા ત્યારે કેન્દ્ર સરકારને એવું હતું કે ગુજરાત રાજ્યને જેવી રીતે પ્રયોગશાળા બનાવી દીધી છે અને જે પ્રકારે વિવિધ નિર્ણયો કર્યા છે તે પ્રકારે જ જેએનયુ માં વિદ્યાર્થીઓ ઉપર પોલીસ ફોર્સ દ્વારા બળપ્રયોગ કર્યો. પરંતુ તે રીબાઉન્સ થવા સાથે દેશભરની વિદ્યાર્થી આલમમા અને યુવા વર્ગમાં ભારે આક્રોશ ભર્યા પડઘા પડ્યા અને છાપાઓમાં હેડ લાઈન બની જતા લોકોક્રોશ વધી પડ્યો ત્યારે લોકોનું ધ્યાન હટાવવા કેન્દ્ર સરકાર સીએએ લાવી જેના તેના પડઘા દેશભરમાં ઉગ્રતાથી પડ્યા… ભારે વિરોધ થતાં કેન્દ્ર સરકાર એન.આર.સી લાવી તો તેનાથી દેશભરમાં મોટા પ્રમાણમાં હોબાળો મચી ગયો. અને સરકાર પારોઠના પગલાં ભરતા હોય તેમ એનપીઆર લાવી અને તેમાં તેને કહ્યું કે કેન્દ્રની યુ.પી.એ આ નિયમ લાવી હતી.. હકીકતે યુપીએ સરકાર અને અત્યારની કેન્દ્રની ભાજપા સરકાર જે એનપીઆર લાવી છે તેમાં બહુ જ મોટો ફરક છે. જેથી વિરોધ પક્ષો ભારે વિરોધ કરવામા લાગી ગયા છે… તો લોકોમાં પણ ઉગ્ર વિરોધ ફરી વળ્યો છે. ટૂંકમાં દેશમાં અરાજકતા નો માહોલ બનવા જઈ રહ્યો છે…..! ત્યારે સવાલ એવો પેદા થાય છે કે શું દેશમાં કટોકટી લાવવા માટેનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે….? કે પછી લોકશાહીને ખતમ કરવાનુ…..!?!
આ તમામ ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર રેલવે દરોમાં વધારો કરશે મતલબ મોંઘવારીની અસર કે આર્થિક મંદીને કારણે એ સમજવું કઠિન છે….!? ત્યારે લશ્કરના વડા જનરલ બિપિન રાવત કે જેઓને કેન્દ્રની મોદી સરકાર લશ્કરની ત્રણેય પાંખના સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ બનાવવા માંગે છે તેમણે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અંગે રાજકીય હસ્તીની જેમ સરકારની તરફદારી કરતું નિવેદન ફટકારી દીધુ. જેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે તો વિરોધ પક્ષોએ ભારે કાગારોળ મચાવી દીધી છે. તેઓ અત્યારે લશ્કરી ફરજ પર છે અને આગામી ૩૧મી નિવૃત્ત થયા છે. રાવતે વિદ્યાર્થીવર્ગ- યુવા વર્ગ ઉપર હિંસા ભડકાવી રહ્યા છે તેઓ આડકતરો આક્ષેપ કર્યો છે તેના કારણે દેશભરનો યુવાવર્ગ અને લોકો ભડકી ગયા છે. કારણ કે આવા લોકો વિરોધી વ્યક્તિને ઉચ્ચ સ્થાન અપાય નહીં તેવી લોક લાગણી ફરી વળી છે. તો રાજકીય પંડિતોનું માનવું છે કે દેશમાંથી લોકશાહી ખતમ થવા તરફ જઈ રહી છે… અને હવે કદાચ દેશભરમાં એક ચુટણી યોજવામા આવે નહીં તેની તરફ સરકાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે…!?!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.