Home દેશ મુકેશ અંબાણી અને મોદી વચ્ચેના સંબંધો બગડ્યા…? અંબાણી પરિવાર આઇટીના રડારમાં….?

મુકેશ અંબાણી અને મોદી વચ્ચેના સંબંધો બગડ્યા…? અંબાણી પરિવાર આઇટીના રડારમાં….?

595
0

યુક્રેનમાં મળેલી બેઠકમાં ભારતના આવકવેરા વિભાગે અંબાણી પરિવારની માહિતીની આપ-લે કરી….!

(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.28
ભારતે કાળા નાણાં શોધી કાઢવા ટેક્સ હેવન કન્ટ્રી સ્વિત્ઝર્લેન્ડ સહિત જે સાત દેશો સાથે સંધિ કરી છે એ દેશો સાથે આવકવેરા વિભાગે, ભારતના સૌથી વધુ ધનાઢય એવા રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણી અને પરિવાર દ્વારા વિદેશમાં કોઇ “અઘોષિત આવક કે સંપત્તિ” છુપાવી છે કે કેમ તેની માહિતીની આપ-લે કરી હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે અંબાણી પરિવાર ભારતની વર્તમાન કેન્દ્ર સરકાર સાથે સૌથી વધુ સારા સંબંધો ધરાવે છે ત્યારે આવકવેરા વિભાગે મુકેશ અંબાણી અને પરિવારની કથિત છુપી આવક અંગેની માહિતીની આપ-લે સરકારની જાણ બહાર કરી હોય એમ માનવામાં આવતું નથી. શું અંબાણી પરિવારના સરકાર સાથેના સંબંધો વણસી રહ્યાં છે એવુ પણ એક અર્થઘટન બિઝનેસ સાથે સંકળાયેલા વર્તુળો કરી રહ્યાં છે.
હિન્દુ નામના એક અંગ્રેજી અખબારે અહેવાલ આપ્યો છે કે રશિયા નજીકના દેશ યુક્રેનમાં આ મહિનાની ત્રિમાસિક બેઠક યોજાઇ ત્યારે તેમાં ભારતે જે સાત દેશો સાથે કાળા નાણાંની માહિતી આપવા સંધિકરાર કર્યા છે તે સાત દેશો સાથે રિલાયન્સના મુકેશ અંબાણી અને તેમના પરિવારની
કથિત “અપ્રગટ વિદેશી આવક અને સંપત્તિ” અંગેની માહિતીની આપ-લે કરવામાં આવી છે.
ભારતે ડબલ ટેક્સ એવેઇડન્સ એગ્રીમેન્ટ્સ (ડીટીએએ) તેમજ એન્ટી મની લોન્ડરીંગ અને આતંકવાદને પોષનાર નાણાંકીય સંસાધનોને શોધી કાઢવા સ્વિટ્ઝર્લન્ડ, સેન્ટ લ્યુસિયા, મોરિશિયસ, લક્ઝમબર્ગ, યુ.એસ., યુ.કે. અને બેલ્જિયમ સાથે કરાર કર્યા છે. ભારતના આવકવેરા વિભાગે રિલાયન્સ કંપનીના મુકેશ અંબાણી અને પરિવારના સભ્યોની જે માહિતીની આપ-લે કરી છે તેનો જવાબ સાત દેશોમાંથી નિયમાનુસાર 90 દિવસની અંદર મળવાની અપેક્ષા રાખી શકે છે.
આઇટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો સામાન્ય રિપોર્ટિંગ સિસ્ટમ હેઠળ શેર કરાયેલી એટલે કે આપ-લે કરાયેલી માહિતી અંગે સંબંધિત સાત દેશોમાંથી ઓટોમેટિક ઇન્ફોર્મેશન એક્સચેન્જ હેઠળ પ્રતિભાવ આપવામાં આવે એટલે કે સંમતિ આપવામાં આવે તો પણ જુની ટેક્સ હેવનમાં અધિકારીઓનો સંપર્ક સાધવાની શરૂઆત માટેનો ‘લેટર રોગોટરી’ (એલઆર) માટે વિભાગ દ્વારા લાંબો સમય લેશે.
દરમ્યાન સૂત્રોએ જણાવ્યું કે વર્તમાન કેન્દ્ર સરકાર સાથે મુકેશ અંબાણીના સૌથી સારા સંબંધો છે. રિલાયન્સ દ્વારા શરૂ કરાયેલ જિઓ કંપનીની જાહેરખબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર મૂકવામાં આવી હતી. જે ભારતમાં પહેલીવાર એવું બન્યું કે કોઇ ખાનગી કંપનીની જાહેરખબરમાં વડાપ્રધાનનો ફોટો હોય. જે દર્શાવે છે કે વડાપ્રધાન સાથે મુકેશ અંબાણીના સૌથી સારા સંબંધો હોવા છતાં મોદી સરકારના જ આવકવેરા વિભાગે જે દેશો કાળા નાણાં છુપાવવા માટે બદનામ અથવા જણીતા છે એ દેશોમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની કોઇ અઘોષિત આવક કે સંપત્તિ છે કે કેમ તેની માહિતીની આપ-લે કરે તે વાત બિઝનેસ જગત માટે નવાઇ પમાડે તેવા છે. અને મોદી સરકાર સાથે મુકેશ અંબાણીના સંબંધો બગડી ગયા કે બગડી રહ્યાં છે કેમ એવી પણ ચર્ચા છે.
ચર્ચા એ પણ છે કે આવકવેરા વિભાગ નાણામંત્રી અથવા સરકારના વડાથી ઉપરવટ જઇને આવી સંવેદનશીલ માહિતી માંગવાની હિંમત કરી શકે કે કેમ. શું સરકારમાં કોઇના ઇશારે આવી માહિતી માંગવામાં આવી છે કે કોઇ રૂટિન પ્રકારની માહિતી માંગી છે….?
સૂત્રોએ કહ્યું કે સાઉદી અરબની પેટ્રોલિયમ રિફાઇનરી ધરાવનાર અરામકો કંપનીએ રિલાયન્સનો 20 ટકા હિસ્સો ખરીદવાની પ્રક્રિયા હાથ ધરી ત્યારે કેન્દ્ર સરકારે કોર્ટમાં તેની સામે એવો વાંધો લીધો કે રિલાયન્સની સંપત્તિનું વિવરણ જાહેર થવુ જોઇએ કે તેના પર કેટલું જાહેર દેવુ છે. આ ઉપરાંત મુકેશ અંબાણીની પેટ્રોલિયમ કંપની સામે ઓએનજીસીના કેજી બેઝીનના કૂવામાંથી 11 હજાર કરોડની કિંમતનો ગેસ ચોરી લેવાનો કેસ પણ ચાલી રહ્યો છે.

Previous articleશું દેશ બીજી કટોકટી તરફ ધકેલાઈ રહ્યો છે…..? સાવધાન…..!!
Next articleસમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિનની રંગે ચંગે ઉજવણી કરાઈ