Home ગુજરાત શાળા સંચાલકોને ચૂંડાસમાની ચેતવણી, બીલ રાજ્યપાલ પાસે સહી માટે પહોંચી ગયું

શાળા સંચાલકોને ચૂંડાસમાની ચેતવણી, બીલ રાજ્યપાલ પાસે સહી માટે પહોંચી ગયું

409
0

(જી.એન.એસ), તા.૭
ગુજરાત સરકારે વિધાનસભામાં ફી સુધારણા વિધેયક પસાર કર્યું છે અને હાલ રાજ્યપાલ પાસે આ બીલ સહી માટે પહોંચી ગયું છે તેવું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ફી સુધારણા વિધેયક પસાર
થયા બાદ છેલ્લાં કેટલાંક દિવસથી વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત ખટરાગ ચાલી રહ્યો છે. ત્યારે આજે ચુડાસમાએ પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે શાળાઓ સરસ્વતીનું મંદિર છે કોઈ વેપારનું ધામ નથી. આ વિદ્યાનું
મંદિર છે નેતાગીરીનું સાધન નથી. નિવૃત ડિસ્ટ્રિક્ટ જજના વડપણ હેઠળ કમિટી પણ નક્કી થશે. તેમાં વાલીઓ અને સંચાલકોનો પણ સમાવેશ કરાશે. આ વિધેયકનો અમલ નવા સત્રથી જ થઇ જશે. જેનું સંચાલકોએ ફરજીયાત
પાલન કરવું જ પડશે.
ફી સુધારા વિધેયક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક શબ્દોમાં કહ્યું કે જો સંચાલકો રાજ્ય સરકારના નિયમોનું પાલન નહીં કરે તો પહેલી વખત 5 લાખ, બીજી વખત 10 લાખ અને ત્રીજી વખતમાં શાળાની માન્યતા રદ કરી
દેવાશે. શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમવર્ગના વાલીઓને ધ્યાનમાં રાખીને પસાર કરાયું છે તેમાં કોઇ જ ફેરફાર થશે નહીં. સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે. વાલીઓને પણ કહ્યું કે તેઓ ત્રિમાસિક ફી થી
વધારે ના ભરે. સંચાલક અને વાલીના સબંધો બગડે તો તેની અસર બાળકો પર થાય છે. વાલીઓ અને સંચાલકોએ શાંતિથી બેસીને કામ લેવું જોઇએ.
ચુડાસમાએ એવું કહ્યું કે સંચાલક અને વાલીના પ્રતિનિધિની એક કમિટી બનશે. મને આ દરમ્યાન એવી પણ માહિતી મળી છે કે કેટલાંક ખરેખર વાલી નથી છતાં કોઇ અંગત સ્વાર્થ માટે વાતાવરણને બગાડી રહ્યાં છે. ત્યારે
મારી રજૂઆત છે કે સાચા વાલીઓ સંચાલકને મળે અને બેસીને નીવેડો લાવે. વાલી ત્રિમાસિકથી વધારે ફી ભરે નહીં, સંચાલકોએ પણ ત્રિમાસિકથી વધારે ફી લેવી નહીં.
નવા શૈક્ષણિક સત્રથી જ નિર્ણય લાગુ પડશે. વાલી ફી નહીં ભરે તો પણ સંચાલકે બાળકનું પરિણામ આપવું પડશે જ. સરકારના નિર્ણયથી 80% જનતાને ફાયદો થશે. ફી સુધારણા વિધેયક બીલ ગર્વનર પાસે છે જે ટૂંક સમયમાં
પાસ થશે.
શિક્ષણમંત્રીએ ખાસ ઉદાહરણ આપીને કહ્યું કે જે શાળાઓ રૂ.15000થી વધારે ફી લે છે તેને ઘટાડવી પડશે. અને જો કોઇ સંચાલક રૂ.10000 સુધીની ફી વસૂલે છે અને હવે વધારવી હશે તો તેને કમિટી પાસે ફી વધારા માટે
રજૂઆત કરવી પડશે અને મંજૂરી બાદ જ તે વધારી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં IPL-10 ની રંગારંગ કાર્યક્રમ, ટાઇગર શ્રોફ કરશે પરફોર્મન્સ
Next articleઆખરે એર ઇન્ડિયાએ ગાયકવાડ પરનો પ્રતિબંધ ઉટાવાયો, ગાયકવાડે સદનની માગી હતી માફી