Home ગુજરાત શામળાજી પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપીઓ દબોચ્યાં

શામળાજી પોલીસે દારૂ ભરેલી ટ્રક સાથે બે આરોપીઓ દબોચ્યાં

517
0

(જી.એન.એસ.,કાર્તિક જાની)અરવલ્લી,તા.૧૦
સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને લઇને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના DGP શિવાનંદ ઝા એ ગુજરાત શહેરમાં મળતી દેશી દારૂ તેમજ વિદેશી દારૂને નાશ કરવા તેમજ મેઘા દ્રાય અને રેડનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેથી ગુજરાત પુલિસ તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી દારૂ પકડવાની કવાયત હાથ ધરી છે.ગુજરાતમાં સૌથી વધારે દારૂ રાજસ્થાથી હેર ફેર થતી હોય છે.ગુજરાતમાં દારૂ આવી ના શકે તે માટે દરેક જિલ્લા પોલીસ વડાએ પણ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના પોલીસ વડાના સૂચનથી શ્રી કેતન વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે ચેકિંગમાં હતા.ત્યારે રાજસ્થાન બોર્ડર શામળાજી પાસે આવેલ વેણપુર ગામની હદમાં ચેકીંગ દરમિયાન મહારાષ્ટ્ર પાર્સિંગની ટ્રક MH.04.HY. 9879 રોકી પૂછતાજ કરતા ચેકીંગ હાથ ધરાતા તે ટ્રકમા 2088 જેટલી બોટલો વિદેશી બ્રાન્ડનો દારૂ ભરેલો હતો.તેની કિંમત આશરે.1o લાખ જેટલી હતી.અને કુલ મુદ્દામાલ 2o લાખ જેટલો હતો.ત્યારબાદ ટ્રક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આ મામલે પોલિસે બે આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. વધુમાં જણાવ્યા મુજબ બે આરોપી મહારાષ્ટ્રના વતની છે. અને એમાંથી એક આરોપી સોનુ મનોહર લાલ ચમાર જે પેલા થી જ કેટલા કેસોમાં ફરાર હતો. દારૂની પ્રોહી હેરાફેરી કરતી ટ્રક અને કુલ મુદ્દામાલ 20 લાખ 44 હજાર 500 નું જપ્ત કર્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાઘાણીએ કહ્યું, ધવલસિંહને ભાજપમાં લઇએ છીએ ડીસ્ટર્બ ના કરશો તમારૂં જે હશે તે જોઇ લઇશું
Next articleરાજ્યસભાની એક બેઠક મેળવવા કોંગ્રેસ ડો. મનમોહન સિંહ નો ઉપયોગ કરશે