Home ગુજરાત શર્મનાક…’પાણી વગરની રુપાણી સરકારનુું પત્રકારો પર દમન

શર્મનાક…’પાણી વગરની રુપાણી સરકારનુું પત્રકારો પર દમન

481
0

(જી.એન.એસ.)જૂનાગઢ,તા.૧૩
જુનાગઢ મા પોલીસ દ્વારા પત્રકાર પર હુમલા ના વિરોધ મા ધરણા..પુરી રાત પત્રકારો એ એસપી ઓફીસ ની બાહર સુતા રહ્યા..સવારે 4:17 વાગ્યા છે હજુ કોઈ કાર્યવાહી કે કોઈ સચોટ નિર્ણય નહી…પત્રકારો ને જો ધરના કરવા પડતા હોય તો આનાથી મોટી વાત કઈ હોઈ શકે..લોકશાહી નુ સરા જાહેર ચિરહરણ કરતી જૂનાગઢ પોલીસ..અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે જૂનાગઢમાં લૂખ્ખાઓની લાજ કાઢતી પોલીસે હદ વટાવી લોકશાહીની આબરૂના લીરેલીરા ઉડાવી દીધા હતા. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમા કવરેજ કરી રહેલા ન્યૂઝ ચેનલના કેમેરામેન અને પત્રકારોને તેની ફરજ બજાવતા અટકાવી ને તેના ઉપર રક્ષકને બદલે ભક્ષક બની પોલીસે બેફામ લાઠીઓ વિંઝી લાઈવ કીટને તોડી પાડતા પૂરા રાજ્ય અને દેશના મિડીયાકર્મીઓમા ઘેરો આક્રોશ છવાયો છે. પોલીસની તાનાશાહી અને ગુંડાગીરીનો ચિતાર આપતા વિડીયો ફુટેજ સામે હોવા છતા બેશરમીની હદ વટાવી ગૃહ ખાતાએ કે પોલીસ અફસરોએ મોડી સાંજ કોઈ જ એક્શન ન લેતા સત્તાધીશોની નિતિ અને નિયત ઉઘાડી પડી ગઈ છે. વર્દીના જોરે ટોળામા ઊભા રહી નિઃશસ્ત્ર ખેડૂત, શ્રમિકો અને દેખાવકારોને છાશવારે પીટતી પોલીસ હવે તમામ મર્યાદાને ઓળંગી ગુંડારાજ દર્શાવતી હોય તેમ લોકશાહીના ચોથા સ્તંભ પત્રકારિત્વને કચડી નાખવા મેદાને પડી હોય તેમ આજે જૂનાગઢમા ‘સંદેશ’ ન્યૂઝ’ ચેનલના કેમેરામેન વિપુલ બોરીચા અને રહીમ લાખાણી જ્યારે ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરતા હતા ત્યારે તેનાથી કશુક છૂપાવવાની મેલી મુરાદ હોય તેમ તેણે કેમેરામેનને રોકવાની સરમુખ્યત્યારશાહી અજમાવી હતી પરંતુ વર્ષોથી પત્રકારિત્વના ક્ષેત્રે જવાબદારી પૂર્વક ફરજ બજાવતા મિડીયાકર્મીઓ ઉપર તેમના ખોટા રૂઆબની અસર ન થતા ભડકેલા પોલીસમેનો ટોળુ વળી લાઠીઓ વડે તૂટી પડયા હતા. પત્રકારો પાસે કોઈ હથિયાર ન હતા, બોમ્બ ન હતો કે ન શાંતિનો ભંગ થાય તેવી કોઈ બાબત હતી, આમ છતાં ગમે ત્યા લાઠીઓ વિંઝવાની જેને આદત પડી છે તેવા કોન્સ્ટેબલો નિર્દોષ નિહત્થા પત્રકારો ઉપર તૂટી પડયા હતા. લાઠી ચાર્જ માટે મામતલદારનો આદેશ જરૂરી હોય છે પરંતુ ખુદ એસપી કહે છે કે આવા કોઈ આદેશ નથી છતા વિડીયોમા સ્પષ્ટ દેખાય છે કે જાણે જૂનાગઢમાં પોલીસનું જ રાજ હોય અને કાયદાનું નામોનિશાન ન હોય તેમ કોન્સ્ટેબલોએ એટલી હદે લાઠી વિંઝી કે લાઈવ કીટ સુધ્ધા તૂટી ગઈ ! મર્યાદાની વાતો કરતા ગૃહમંત્રી અને સરકાર પણ આ ઘટનામા ધૃતરાષ્ટ્ર બની ગયા. જૂનાગઢમાં બૂટલેગરો બેફામ છે, વેપારીઓ પોલીસની હપ્તાખોરીથી ત્રસ્ત છે ત્યારે ત્યા બહાદુરી બતાવવાને બદલે પત્રકારો ઉપર મર્દાનગી બતાવતા કોન્સ્ટેબલોને ત્વરિત પાઠ ભણાવવાને બદલે એસપી સૌરભસિંઘે માત્ર ઈન્કવાયરીની વાતો કરતા પૂરા ગુજરાતમા મિડીયાકર્મીઓમા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કોઈ નેતા ઉપર કે કોઈ પોલીસકર્મી ઉપર પત્રકારે લાઠી વિંઝી હોય અને તેના ફુટેજ પણ ઉપલબ્ધ હોય તો પોલીસ અને ગૃહખાતાએ ઈન્ક્વાયરીની નૌટંકી કરી હોત કે ત્વરિત પગલા લીધા હોત ? ખૂમારીપૂર્ણ પત્રકારિત્વનો ગૌરવવંતો ઈતિહાસ ધરાવતા ગુજરાતની નાલેશી છે કે અહી ચોથી જાગીરને પણ સત્તાના સિંહાસને બેઠેલા લોકો કચડવા મથે છે. પરંતુ ન ઈતિહાસમાં આવું શક્ય બન્યું છે – ન વર્તમાન કે ભવિષ્યમાં બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીજી ‘ડિવાઇડર ઇન ચીફ’….!?, આ ન ચાલે ‘ટાઇમે’ માફી માંગવી જ પડશે..!?
Next articleનેતૃત્વહિન ગુજરાત- અધિકારીઓ મસ્ત, પ્રજા ત્રસ્ત, જવાબદાર કોણ….?