Home ગુજરાત નેતૃત્વહિન ગુજરાત- અધિકારીઓ મસ્ત, પ્રજા ત્રસ્ત, જવાબદાર કોણ….?

નેતૃત્વહિન ગુજરાત- અધિકારીઓ મસ્ત, પ્રજા ત્રસ્ત, જવાબદાર કોણ….?

599
0

 

મોદીની બીજી કેડર તૈયાર નહીં કરવાની રણનીતિને કારણે ભાજપમાં શૂન્યાવકાશ સર્જાયો જેને કારણે ગુજરાતમાં રૂપાણી ભરોસે નહીં પણ રામ ભરોસે ચાલતી સરકારમાં ગુનાખોરી, મગફળી કાંડ-તુવેર કાંડ અને છેલ્લે ખાતર કાંડ, જેવી ગેરરીતીઓ વધી રહી છે

(જી.એન.એસ., હર્ષદ કામદાર), તા.13
જે ગુજરાતે દેશને ગાંધી-સરદાર જેવા નેતાઓ અને દેશને નેતૃત્વ પુરૂ પાડવાનું ગૌરવવંતુ કામ કર્યુ એ ગુજરાત આજે જાણે કે સાવ નધણીયાતુ અને પ્રજાની નાડ પારખીને તેનો ઉકેલ લાવે તેવા કોઇ જવાબદાર નેતાઓ વગરનું થઇ ગયું હોવાનું વાસ્તવિક ચિત્ર ઉપસી રહ્યું છે. અને તેના માટે રાજકીય રીતે જોઇએ તો વર્ષોથી સત્તાપક્ષ ભાજપમાં નરેન્દ્ર મોદીને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. 7 ઓક્ટોબર, 2001ના રોજ મોદીએ ગુજરાતની ગાદી સંભાળી ત્યારથી ભાજપમાં તેમના પછી કોણ એ સવાલનો જવાબ કોઇને આપ્યો નથી. અને આજે તેમની ગેરહાજરીમાં ભાજપમાં અને સામા પક્ષે વિપક્ષ કોંગ્રેસમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં જાણે કોઇ પ્રજાપ્રિય નેતા છે જ નહીં એવુ એક ચિત્ર ઉપસી રહ્યું છે.
ગુજરાતમાં રાજકીય રીતે જોઇએ તો કોંગ્રેસમાં કોઇ એવો નેતા પાક્યો નથી આટલા વર્ષોમાં કે જે સરકારને લોકોના કામ માટે ઝુકાવી શકે. ક્યારેક સાંપ પકડશે, ક્યારેક સિંહ સાથે ફોટો પડાવશે એવા નેતા સાવ બાળક જેવા લાગી રહ્યાં છે લોકોને. કોંગ્રેસના સંગઠનમાં પણ એવી જ બિન પરિપક્વતા જોવા મળે છે. એક પછી એક ધારાસભ્યો જતા રહ્યાં અને તેમને રોકવાના કે બીજા ના જાય તે માટેના કોઇ અસરકારક પગલા ભરવામાં કોંગ્રેસ સાવ કોરાણે મૂકાઇ ગઇ છે.
ભાજપમાં રૂપાણી ભરોસે નહીં પણ રામ ભરોસે સરકાર ચાલી રહી હોય એમ લોકોને લાગી રહ્યું છે. દલિતોના વરઘોડા ના નિકળવા દેવા, ગુનાખોરી, મગફળી કાંડ-તુવેર કાંડ અને છેલ્લે ખાતર કાંડ એમ ગેરરીતીઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે. નેતાગીરીમાં દૂરંદેશીનો અભાવ અને મને પીછ્યા વગર કશું જ કરવુ નહીં એવી કોઇ બીકને કારણે ગુજરાતમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઇ છે. ટેન્કર રાજ પાછુ આવી ગયું છે. કચ્છમાંછી લોકોને પશુધન સાથે હિજરત કરવી પડી રહી છે. 31 જુલાઇ સુધી પાણીનો જથ્થો છે એવી જાહેરાતો થાય છે પણ લોકો સુધી પાણી ન પહોંચે નેતાગીરીના અભાવે તો એ સંઘરાયેલા પાણીનું શું કરવાનું…? એવો સવાલ પણ થઇ શકે છે.

મોદીએ ગુજરાતમાં ભાજપમાં અને કોંગ્રેસમાં પ્રજાલક્ષી અને લોકોને ગમતા હોય એવા નેતાઓને એક પછી એક દૂર કરી નાંખ્યા છે. પરિણામે ભાજપમાં આજે તેમના પૂછીને જ સરકાર ચલાવવી પડે છે એવા આક્ષેપોનો કોઇ જવાબ ભાજપમાં મળતો નથી. સરકાર પરાવલંબી બની ગઇ છે. રાષ્ટ્રીય સમસ્યામાંથી ટાઇમ મળે ત્યારે ગુજરાતનો પ્રશ્ન હાથ ધરાય એવી પરિસ્થિતિ છે. લોકો પરેશાન છે. વાલીઓ ફી વધારાથી પરેશાન છે. ખેડૂતો ખાતરકાંડ અને તેમને પાણીચોર ગણીને તેમની સામે લેવાતા પગલાથી પરેશાન છે. આખુ ગુજરાત જાણે કે રામભરોસે ચાલી રહ્યું હોય એમ લોકોને લાગી રહ્યું છે. ભાજપના સંગઠનમાં મારા પછી કોણ એ માટેની બીજી મજબૂત કેડર તૈયાર નહીં કરવાની રણનીતિને કારણે ભાજપમાં શૂન્યાવકાશ સર્જાયો છે. એવું જ કોંગ્રેસમાં પણ છે. દિનરાત એક જ સવાલ-નેતૃત્વહિન થયું ગરવી ગુજરાત…!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશર્મનાક…’પાણી વગરની રુપાણી સરકારનુું પત્રકારો પર દમન
Next articleભાજપની તરફેણ કરે એ જ રાષ્ટ્રવાદી બાકી બધા કોંગ્રેસના દલાલ,ભ્રષ્ટ અને રાષ્ટ્રવિરોધી…!!