(જી.એન.એસ) તા. 5
ગાંધીનગર,
કૃષિ પ્રધાન ભારત દેશના ગ્રામીણ વિસ્તારમાં વિકાસના નવા આયામો સિદ્ધ કરવા માટે, વોટર શેડ સંલગ્ન વિવિધ યોજનાઓને સાંકળી લઇ,જળ ,જમીન , જંગલ, જન,જાનવરના સર્વાંગી વિકાસ માટે વૈજ્ઞાનિક ઢબે કામગીરી અને આયોજન હાથ ધરી, આર્થિક ઉપાર્જન- ક્ષમતા નિર્માણ-સામૂહિક કાર્યદક્ષતા પદ્ધતિથી ગુજરાત સ્ટેટ વોટર શેડ મેનેજમેન્ટ એજન્સી-નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઈ છે. જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ જળ સ્ત્રાવ એકમ કાર્યરત છે.
ગુજરાતમાં વોટરશેડ યોજના થકી કુદરતી સંસાધનોને પુનર્જીવિત અને ટકાવી રાખવાની કાર્ય કરી, સમગ્ર જીવો માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે.
વોટર શેડ ડેવલોપમેન્ટ ૧.૦ માં જળસંગ્રહના કુલ ૬૫,૯૯૩ કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના લીધે 81,121 હેક્ટર વિસ્તારમાં સંરક્ષણાત્મક સિંચાઈ શક્ય બની છે.42,697 હેક્ટર પડતર જમીનમાં સુધારણાથી કુલ 3,51,763 ખેડૂતોને લાભ થયો છે અને 45,637 હેક્ટર વિસ્તારમાં વનીકરણ કરવામાં આવ્યું છે.
વોટર શેડ ડેવલોપમેન્ટ ઘટક 2.0 ભારત સરકાર દ્વારા કુલ 2.92 લાખ હેક્ટર વિસ્તાર માટે કુલ રૂપિયા 687.81 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને કુલ 51 પરિયોજના મંજૂર થઈ છે, જેનો લાભ 32 જિલ્લાના ૪૬ તાલુકામાં 419 ગામોને મળ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.