Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી યથાવત્…!!

વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી યથાવત્…!!

53
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૬૮૧.૮૪ સામે ૬૨૭૪૩.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૪૬૪૮.૩૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૪.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૭.૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૦૯૯.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૩૩.૬૦ સામે ૧૮૭૩૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૨૧.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૩.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૬.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૮૯૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે ચાઈનામાં ઝીરો કોવિડ પોલીસીના અમલે લોકડાઉન સામે પ્રજાના વિરોધના પગલે અશાંતીએ ફરી વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તૂટવા સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારત માટે આ ક્રુડનું પરિબળ પોઝિટીવ બન્યું હોવા સાથે ગુજરાત ચૂંટણી પૂર્વે ફિલગુડ ફેકટર કાયમ રાખવાની કવાયતમાં શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ નવો ઈતિહાસ રચાતો રહ્યો હતો. નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સે ૬૩૩૦૩ પોઈન્ટની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી હતી. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટની રજુઆત કરતી વેળા  સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી) તથા કોમોડિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (સીટીટી)માંથી રાહતની જાહેરાત કરવાની  બ્રોકર્સ તરફથી રજુઆત કરવામાં આવી છે. શેરબજારમાં વોલ્યુમ અને  સહભાગ વધારવા સ્ટોક બ્રોકર્સના સંગઠન  ધ એસોસિએશન ઓફ નેશનલ એકસચેન્જિસ  મેમ્બર્સ ઓફ ઈન્ડિયા દ્વારા એસટીટી તથા સીટીટીમાં રિબેટને ફરી દાખલ કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝના અધ્યક્ષ નીતિન ગુપ્તાને દરખાસ્ત સુપરત કરવામાં આવી છે.

મૂડી બજારમાં વેપાર મારફત થતી આવકના વર્ગીકરણની સંખ્યા ઘટાડવી જોઈએ જેથી સટ્ટાકીય આવકમાં જોવા મળતા ભેદભાવ દૂર કરી શકાય.  ઈન્ટ્રાડે કેશ માર્કેટના વેપાર મારફતની આવકને સટ્ટાકીય આવક ગણવામાં આવે છે, પરંતુ ઈન્ટ્રાડે ડેરિવેટિવ વેપારને બિઝનેસ ઈન્કમ તરીકે ગણવામાં આવે છે અને બન્ને પર અલગ રીતે વેરા વસૂલવામાં આવે છે. આ ઉપરાંત સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં રજિસ્ટર્ડ હોય તેવા માર્કેટ ઈન્ટરમીડિયરિસને ઉદ્યોગનો દરજ્જો પૂરો પાડવા પણ એસોસિએશન વતિ રજુઆત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, શેરબજારની વર્તમાન તેજીને કારણે સરકારને એસટીટી મારફત જંગી આવક થતી હોવાનું પણ જોવા મળે છે. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટીઝ, પાવર, મેટલ, રિયલ્ટી, ઓટો. કોમોડીટીઝ અને સીડીજીએસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૬ અને વધનારની સંખ્યા ૧૯૯૩ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દેશમાં ચલણ સ્વરૂપે ડિજિટલ મનીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ભારતીય ચલણ રૂપિયાને ડિજિટલ યુગમાં લઈ જવાની દિશામાં આરબીઆઈએ વધુ એક પગલું ભર્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેાત કરી છે. આ રિટેલ ડિજિટલ રૂપિયાથી સામાન્ય માણસ દુકાનોમાં ખરીદી કરી શકશે. આરબીઆઈએ આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) નામ આપ્યું છે. સામાન્ય માણસો રિટેલમાં આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકે તે માટે ગુરુવારથી ચાર શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, પાયલટ પ્રોજેક્ટ દરમિયાન ડિજિટલ રૂપિયાનું નિર્માણ, વિતરણ અને રિટેલ ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરાશે. પાયલટ પ્રોજેક્ટમાં ડિજિટલ રૂપિયાનું ચલણ દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને ભુવનેશ્વરમાં શરૂ કરાશે. ત્યાર પછી બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચ્ચિ, લખનઉ, પટના અને શિમલા જેવા શહેરોમાં ડિજિટલ ચલણ શરૂ કરાશે. ભારતના અર્થતંત્રને ડિજિટલ સ્વરૂપમાં વિકસિત કરવાની દિશામાં આરબીઆઈનું આ પગલું ઘણું જ મહત્વપૂર્ણ છે. આરબીઆઈએ આ પહેલાં ૧ નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો. હોલસેલ સેગ્મેન્ટમાં પ્રાયોગિક ધોરણે સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટના નાણાકીય વ્યવહારોની પતાવટ કરવાની છૂટ અપાઈ હતી. હવે રિટેલ સેગ્મેન્ટમાં આ પ્રાયોગિક પ્રોજેક્ટમાં મળનારા અનુભવોના આધારે આગામી તબક્કામાં દેશમાં તેના ચલણમાં વધુ પ્રસાર કરાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleProtected: ઇઝરાયલી દૂતે અનુપમ ખેરને બોલાવીને માફી માંગી, કહ્યું “અમને ફિલ્મ પસંદ આવી”
Next articleલુણાવાડામાં સીએમ યોગીએ વિજય વિશ્વાસ સંમેલનમાં સભાને સંબોધી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.