Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે કોર્પોરેટ પરિણામો પર નજર સાથે...

વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે કોર્પોરેટ પરિણામો પર નજર સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૦૮૮.૩૯ સામે ૫૩૬૦૮.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૭૦૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૩૦.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫૮.૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૯૩૦.૩૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૭૭.૯૫ સામે ૧૬૦૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૦૩૮.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૫.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૯.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. વિદેશી બજારના નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં કડાકો નોંધાયો હતો. આજે વીકલી એક્સપાયરીના દિવસે બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨%ના ઘટાડા સાથે ૫૩૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૨.૨૨%ના ઘટાડા સાથે ૧૬૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી ગુમાવી દીધી હતી. ભારતીય ચલણમાં પણ આજે નવું ઐતિહાસિક તળિયું જોવા મળ્યું છે. ડોલરની સામે રૂપિયો ૭૭.૬૩૫ના નવા ઓલટાઈમ લો પર પહોંચ્યો હતો. વિશ્વ કોરોના મહામારીના છેલ્લા બે વર્ષના કારણે અને ત્યાર બાદ જીઓપોલિટીકન ટેન્શનના કારણે ઊભી થયેલી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની પરિસ્થિતિએ અસહ્ય ફુગાવા – મોંઘવારીના જોખમી પરિબળનો સામનો કરી રહ્યો છે. ફુગાવાનું પરિબળ વિશ્વને ફરી મોટી મંદીમાં ધકેલી દેવાના જોખમને હવે વિશ્વના મહાસત્તાઓની સાથે ભારત સહિતના દેશોની સેન્ટ્રલ બેંકો – રિઝર્વ બેંકોએ ગંભીરતાથી લઈને ગત સપ્તાહમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરતાં ભારતીય શેરબજારમાં વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

પાવર, યુટિલિટીઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને મેટલ શેરોમાં સતત વેચવાલી સાથે બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં ઓફલોડિંગ એ બે-તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૧૧૫૮ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૩૫૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે વ્યાપક વેચવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૫.૫૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૦.૯૦ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, મેટલ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૧૧ અને વધનારની સંખ્યા ૬૫૪ રહી હતી, ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુરોપમાં યુદ્ધ અને યુએસ ફેડરલ રિઝર્વના અપેક્ષિત વધારાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વ્યાજદરોમાં વધારો એ ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટા પડકારો છે. ફેડ દ્વારા દરમાં વધારા અંગે આક્રમક નીતિથી આશ્ચર્યચકિત છે કારણ કે યુએસમાં ફુગાવો ફેબ્રુઆરી બાદમાં માર્ચ માસમાં પણ ચાર દાયકાના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. ફેડ અમેરિકામાં વ્યાજદર ૨.૭૫% સુધી વધવા દેશે. ફેડની આગામી બેઠકો સ્પષ્ટ ચિત્ર વધુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેડે વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

યુક્રેન – રશિયા યુદ્વ અને ચીનમાં કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળો આવતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીવાર દહેશતનો માહોલ ઉભો કર્યો છે ઉપરાંત વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે. કોવિડ-૧૯ સંક્રમણના અને વધતો ફુગાવાનો દર પણ જોખમ બની રહ્યો છે. અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે અને નીતિગત ખામીઓનું જોખમ વધી શકે છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી કોર્પોરેટ પરિણામો પર નજર વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field