Home ગુજરાત એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી...

એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી એક કુપ્રથા!

99
0

એક મહિલા જ્યારે બીજી મહિલાના પડખે ઊભી રહી છે, તેના વતી લડે છે, ત્યાંથી જ સાચા નારી સશક્તિકરણની શરૂઆત થાય છે અને આવું જ કંઇ બન્યું નર્મદા જિલ્લાના નાનકડા ગામમાં.

(જી.એન.એસ.) , તા.૧૨
અમદાવાદ


નાની ઉંમરે બાળ લગ્ન કરાવવાનો કુરિવાજ ભારતભરમાં ચાલે છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. નર્મદાના આદિવાસી વિસ્તારમાં પણ કંઇક આવું જ થવાનું હતું. પણ ફરક અહીં તે રીતે પડ્યો કે આ મુશ્કેલીની સ્થિતિમાં એક મહિલા, બીજી મહિલાની સમસ્યાઓની “સંગીની” બની અને તેના પરિવારને આ ભૂલ કરતા અટકાવ્યો.
આ વાત છે, નર્મદા જિલ્લાના નાંદોદ વિસ્તારમાં આવેલ ગાડિત ગામની. આ ઘટના જયારે બની ત્યારે અમિષા જેસલભાઇ વસાવા ૧૭ વર્ષની હતી. તેના પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. અમિષા, જીજીઝ્રની પરીક્ષામાં નાપાસ થઇ હતી. અને આ પછી તેણે ભણવાનું છોડી દીધું. જે બાદ “જુવાન છોકરીને ઘરે કેમ રખાય!” તેવા વિચાર હેઠળ તેના ૧૭ વર્ષની સગીર ઉંમરે બાળ લગ્ન કરાવાનું નક્કી થયું. ઉલ્લેખનીય છે કે અમિષાની સગાઇ, બે વર્ષ પહેલા જ થઇ હતી. હવે, તેનો પરિવાર તેના બાળ લગ્ન કરાવવા જઇ રહ્યો હતો.
આવી સ્થિતિમાં સુપોષણ “સંગીની” તેવા રેખાબેન વસાવાને આ વાતની જાણ થઇ. રેખાબેન છેલ્લા ત્રણ વર્ષથી જેટલા સમયથી અદાણી વિલ્મારની ઝ્રજીઇ (ર્ઝ્રિॅર્ટ્ઠિંી ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ઇીજॅર્હજૈહ્વૈઙ્મૈંઅ) ટીમ દ્વારા સંચલિત “સુપોષણ સંગીની” પહેલ સાથે જાેડાયેલા છે. આ “સુપોષણ સંગીનીઓ”, મહિલાઓ અને સગીરમાં થતા એનિમિયા અને બાળકોને થતા કુપોષણને અટકાવવા માટે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ છે. સાથે જ તેમને સુપોષણયુક્ત આહાર લેવા માટે જાણકારી આપે છે.
સુપોષણ સંગીની તેવા રેખાબેન તે વાત સારી રીતે જાણતા હતા કે સગીર ઉંમરે યુવતીના લગ્ન થવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધી જાય છે, આવી સ્થિતિમાં જાે ગર્ભ રહે તો બાળક કુપોષિત આવી શકે છે અને કુમળી વયે ગર્ભધારણ કરવાની સગીર યુવતીની શારિરીક અને માનસિક સ્થિતિ પર પણ ગંભીર અસર થઇ શકે છે. આ જ કારણ છે કે ભારત સરકારે પણ હાલમાં જ ભારતમાં યુવતીઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષની કરવા પ્રયાસશીલ છે.
પણ આદિવાસી વિસ્તારમાં આ સરકારી નિયમ લોકોને સમજાવવો લોઢાના ચણા ચાવવા સમાન વાત છે. તેમ છતાં રેખાબેને હિંમત ના હારી, તેમણે સગીર અમિષાના પરિવારજનોને સમજાવવાનું શરૂ કર્યું, અને આ બાળ લગ્ન રોકવા માટે પ્રયાસો શરૂ કર્યા. રેખાબેન અહીંથી ના અટક્યા તેમણે અમિષાની સગાઇ જ્યાં થઇ હતી ત્યાં, તેના સાસરિયા જાેડે પણ વાત કરી. અને સગીર વયે લગ્ન કરવાથી શું નુક્શાન થાય છે તે અંગે જાણકારી આપી. વધુમાં ગામના વડીલો જાેડે પણ વાત કરી. તેમને પણ પરિવાર આ બાળ લગ્ન ના કરે તે માટે મનાવવા કહ્યું.
છેવટે, તેમની મહેનત ફળી, સૌથી પહેલા અમિષાના માતા આ વાતે રાજી થયા. અને થોડા દિવસ પછી તેના પિતા પણ દીકરીની યોગ્ય ઉંમરે જ લગ્ન કરવાની વાતે રાજી થયા. આમ, અમિષાના ૧૭ વર્ષની કુમળી વયે લગ્ન થતા અટક્યા. એટલું જ નહીં હવે અમિષા, ફરીથી પોતાની ૧૨માં ધોરણની પરીક્ષા આપી રહી છે. આ સિવાય તે બ્યૂટી પાર્લરનો કોર્સ પણ શીખી છે. જેથી તે આવનારા સમયમાં પગભર બની શકે.
રેખાબેન જેવી નાના ગામોમાં કામ કરતી અનેક સંગીની બહેનો છે, જે અથાગ પ્રયાસો કરી દીકરીઓને બાળ વિવાહ જેવા કુરિવાજથી મુક્ત થવામાં મદદ કરી રહી છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સંગીની બહેનોની મદદથી કુલ ૨૧ દીકરીઓના સગીરવયે લગ્ન થતા અટકાવ્યા છે. સાથે જ, આ બહેનો ગર્ભવતી માતાઓ અને કુપોષિત બાળકોને પણ સુપોષણ અંગે જાગૃત કરી, સ્વસ્થ રહેવામાં મદદ કરી રહી છે. આમ, આ તમામ મહિલાઓ પોતાના સ્તરે અદ્ધભૂત કામ કરીને સ્વસ્થ ભારતના વિકાસમાં નાનું પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
અદાણી ફાઉન્ડેશન વિશે
૧૯૯૬માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે ૧૮ રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના ૨,૪૦૯ ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે.
૩.૭૦ મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleAashram 3 નું ટ્રેલર જુઓ કયા દિવસે જો થશે રિલીઝ તો……
Next articleવૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી વચ્ચે કોર્પોરેટ પરિણામો પર નજર સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે…!!