(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૦
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની દુદુંભી વાગવાની શરુઆત થઈ તે સાથે વેટ વિભાગના અધિકારીઓ રાજ્યભરમાં વેપારીઓ,સી.એ,વકિલો પર દરોડા પાડી કે તપાસના નામે કનડગત કરવાનું ચાલી રહ્યું છે તો શું આ તપાસને બહાના તળે ભાજપના અંદરખાને ચૂંટણી ફંડ કરવાનો ખેલ છે કે પચી ત્રાસેલા અધિકારીઓનો ભાજપાને બદનામ કરવાનો ખેલ છે તેવું લોક મુખે ચર્ચાઓ ઉઠવા પામી છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર વેટ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી બોગસ બિલિંગ કૌભાંડ પકડવાના ઓઠા હેઠળ સમાજના અગ્રગણ્ય વેપારીઓ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલટન્ટની મોટા પાયે હેરાનગતિ કરવામાં આવી રહેલ છે. આધારભૂત મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક ઉચ્ચ અધિકારીઓ વેટ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ બળ તથા સીબીઆઈ વગેરેનો ગેર ઉપયોગ કરીને સમાજના ૧૦૦થી વધુ પ્રતિષ્ઠિત લોકોને શંકાના બહાને માનસિક ત્રાસ અને ભયનું વાતાવરણ ઉભું કરીને,બળજબરીપૂર્વક ખોટા સ્ટેટમેન્ટ લખાવડાવી ને અંદર ખાને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહેલ છે. કેટલાક વેટના ઉચ્ચ અધિકારીઓ બોગસ દરોડા પાડીને વેપારીઓમાં ભયજનક વાતાવરણ ઉભું કરીને પોતાના પ્રમોશનની ફિરાકમાં છે તેવી ચર્ચાઓ મોટાપાયે વેટ વિભાગમાં ચાલી રહેલ છે. વેટ વિભાગના અદિકારીએ નામ ન જણાવવાની શરતે વધુ ચોંકાવનારી અંગત માહિતી આપતા ઘટસ્ફોટ કરતાં જણાવેલ હતું કે વેટ વિભાગના દરોડામાં મુખ્ય ઉચ્ચ અધિકારીઓ કોંગ્રેસ તરફી હોેવાના કારણે ૨૦૦થી વધુ સમાજના અગ્રગણ્ય વેપારીઓ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલટન્ટ ઉપર બળજબરી પૂર્વક દમન ગુજારીને ટૂંક સમયમાં આવનારી ચૂંટણીમાં આવી તુમાખીશાહી વર્તનથી બીજેપી વિરુધ્ધ આક્રોશનું વાતાવરણ ઉભું કરીને ભાજપાની વોટ બેન્કનું નુકસાન થાય તેવી શક્યતાઓ ઊભી થયેલ છે જેની ખૂલ્લેઆમ ચર્ચાઓ ચાલી રહેલ છે. જેમાં એક લઘુમતી કોમના ઉચ્ચ અધિકારી સંડોવાયેલ છે તેવી માહિતી અંગત સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે. ચૂંટણીના સમયે આવી કામગીરીઓ બેફામ ચાલી રહે છે એ જાણીને આશ્ચર્ય સાથે આંચકો અનુભવાય છે. અને આવનારા થોડાક દિવસોમાં સેલ્સટેક્સ અદિકારી વિરુધ્ધના ઘણા ખુલાસા બહાર આવશે એવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.