Home દેશ - NATIONAL મથુરા જ્વેલર્સ હત્યાકાંડ : સીએમના અલ્ટીમેટમ બાદ ૫ લોકોની ધરપકડ

મથુરા જ્વેલર્સ હત્યાકાંડ : સીએમના અલ્ટીમેટમ બાદ ૫ લોકોની ધરપકડ

889
0

(જી.એન.એસ)મથુરા/લખનઉ,તા.૨૦
રંગા બિલ્લા ગેંગ સાથે અથડામણમાં ૨ ઈન્સ્પેક્ટર સહિત ૭ પો.કર્મી ઘાયલ
મથુરા શહેરમાં હાહાકાર મચાવનાર જ્વેલર્સ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસે મુખ્ય આરોપી રંગા બિલ્લા સહિત ૫ લોકોની ધરપકડ કરી છે. તમામ આરોપી ઘણા દિવસોથી પોલીસની રડારમાં હતા. આ મુદ્દે યુપી વિધાનસભામાં પણ હંગામો થયો હતો. સીસીટીવીમાં હત્યારાઓની કરતૂત રેકોર્ડ થઈ ગઈ હતી. રંગા બિલ્લા ગેંગને પકડતી વખતે પોલીસ સાથે અથડામણ દરમિયાન ૨ ઈન્સ્પેક્ટર સહિત ૭ પોલીસકર્મી ઘાયલ થયા હતા.
ઉત્તરપ્રદેશના મથુરામાં હોલીગેટમાં સોમવારે રાત્રે લુટારાઓ એક જ્વેલરી શોપમાં ફાયરિંગ કરીને અંદાજે ૪ કરોડ રૂ.નાં ઘરેણાં લૂંટીને ફરાર થઇ ગયા. આ હુમલામાં ૨ લોકોનાં મોત થયાં જ્યારે ૨ની હાલત ગંભીર છે. આ ઘટનાથી મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી ખૂબ જ અકળાયા હતા અને સ્થાનિક ઘટના હોવા છતાં તેમણે ડીજીપીને તપાસનો આદેશ આપ્યો હતો.
સીએમ યોગી આદિત્યનાથે ઓફિસરોને ત્રણ દિવસની અંદર આરોપીઓને પકડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, આરોપીએ પકડાઈ જશે. યુપીના ડીજીપી સુલખાન સિંહ ખુદ મથુરા ગયા હતા અને કેસનું ફોલોઅપ કર્યું હતું. તેમણે સમગ્ર કેસ તપાસ્યા બાદ પાંચ પોલીસ કર્મચારીઓને લાપરવાહી દાખવવાના આરોપમાં સસ્પેન્ડ કર્યા હતા.
એસએસપી વિપિન કુમાર મિશ્રાએ જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે ૪ વાગે આ ગેંગ સાથે પોલીસની અથડામણ થઈ, જે ૬.૩૦ કલાક સુધી ચાલી. આ પછી પોલીસે રંગા બિલ્લા અને તેની ગેંગને પકડવામાં સફળતા મળી. યુપી પોલીસે રાજસ્થાન પોલીસ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. અથડામણ દરમિયાન ૨ ઈન્સ્પેક્ટર સહિત ૭ પોલીસકર્મી ઘાયલ થયા. ઉપરાંત બે બદમાશો પણ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવેટ અધિકારીઓની વેપારી અને વકીલોને કનડગત, ભાજપના ફંડ માટે કે સરકારને બદનામી અપાવવા??
Next articleપાટીદાર ધારાસભ્યો સહિત ૫૩ નેતાઓને ભાજપ નહીં આપે ટિકિટ?