Home રમત-ગમત Sports વિરાટ કોહલીને કંગાળ ફોર્મ સામે સુનીલ ગાવસ્કરે સલાહ આપી

વિરાટ કોહલીને કંગાળ ફોર્મ સામે સુનીલ ગાવસ્કરે સલાહ આપી

68
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી પોતાના ફોર્મથી પરેશાન જણાય છે. સતત નિરાશાજનક બેટિંગને કારણે હવે કોહલીને ટીમ ઈન્ડિયામાં રમાડવા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે ત્યારે ભારતના દિગજ્જ ખેલાડી સુનીલ ગાવસ્કરે કોહલીને ફોર્મમાં પરત ફરવા માટે એક સલાહ આપી છે. ગાવસ્કરના મતે કોહલીની બોલના સ્વિંગથી બચવા માટે શોટ જલ્દી રમવાની રણનીતિ ઊંઘી પડી ગઈ છે અને આ ટેકનિકમાં સુધારો કરીને તે પોતાના ગુમાવેલા ફોર્મને પરત મેળવી શકે છે. ગાવસ્કરે કોહલીને મહત્વપૂર્ણ ટિપ્સ આપતા જણાવ્યું કે, ઈંગ્લીશ કંડિશનમાં બોલને શક્ય તેટલો વિલંબથી રમવો હિતાવહ રહેશે. વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા અઢી વર્ષથી એકપણ સદી ફટકારી શક્યો નથી. કોહલીનું આ જ કંગાળ ફોર્મ વધુ ચાર મહિના રહેશે તો તેને સદી ફટકાર્યે ત્રણ વર્ષનો સમય પૂરો થશે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ટેસ્ટમાં વિરાટ કોહલી નિષ્ફળ પુરવાર થયો હતો અને તેણે પ્રથમ ઈનિંગમાં ૧૧ જ્યારે બીજી ઈનિંગમાં ૨૦ રન કર્યા હતા. ભારતનો પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે સાત વિકેટે પરાજય થતા શ્રેણી ડ્રો રહી હતી. ગાવસ્કરે જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં બોલને શક્ય તેટલો વિલંબથી રમવો જાેઈએ. આમ કરવાથી બોલને તમે તેનું કામ કરવે દેશો અને ત્યારબાદ જ તમે તેને રમશો. મે હાઈલાઈટમાં જે કંઈ થોડું ઘણું જાેયું તેનાથી લાગ્યું કે કોહલી બોલ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે સ્વિંગને ટાળવા માટે બોલને જલ્દી રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગાવસ્કરે કોહલીના જૂના ફોર્મને યાદ કરતા જણાવ્યું કે, ૨૦૧૮માં તેને ઈંગ્લેન્ડમાં સફળતા મળી હતી કારણ કે તે બોલને વિલંબથી રમી રહ્યો હતો. વર્તમાન સમયનો કોહલી ૨૦૧૮ જેવો નથી જ્યારે તે ઓફ સ્ટમ્પના બોલને લેટ રમતો હતો. કોહલીના નવા અભિગમ અંગે પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે, તાજેતરમાં કોહલીનું ફોર્મ સતત કથળતું હોવાથી અને તે રન કરી શકતો નહીં હોવાથી તેણે આ નવો અભિગમ અપનાવ્યો હોય તેવી સંભાવના છે. આવા સમયમાં બેટ્‌સમેન દરેક બોલને રમવાનું જાેખમ ખેડતો હોય છે. આ ઉપરાંત ગાવસ્કરે માન્યું કે કોહલીનું નસીબ પણ તેનો સાથ નથી આપી રહ્યું. કોહલી સૌપ્રથમ ભૂલ કરી રહ્યો છે તે તેની અંતિમ ભૂલ પુરવાર થઈ રહી છે. તમે મેદાનમાં જરૂરથી કંઈક યોજના બનાવો છો, બોલર હવે પછી કેવો બોલ ફેંકશે તેની કલ્પના કરો છો. એટલા માટે જ તમે ક્રીઝ બહાર રહી શકો છો, પરંતુ તમે એક પૂર્વ નિર્ધારિત બેટિંગ યોજના સાથે જઈ રહ્યા છો, જેથી બોલરે તમારી અપેક્ષિત લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરવી પડશે. જાે તેમ શક્ય નહીં બને તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, ક્રિકેટની રમત હંમેશા સ્વાભાવિક પ્રતિક્રિયા વિશે છે. તમે બોલરની તાકાતને સમજવા માટે વધારાની તૈયારી કરો છો પરંતુ આખરે આ રમત સ્વાભાવિક પ્રતિક્રિયાની છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ૧૦માંથી બહાર
Next articleભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!