વિયેટનામમાં ડોમરે વાવાઝોડામાં 27ના મોત થયા છે અને 22 જણાં લાપતા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે કાન્હ હોઆમાં 16, બિન્હ દિન્હ અને લામ ડોંગ પ્રાંતમાં ત્રણ-ત્રણ જણાંના મોત થયા છે. જ્યારે મૃત્યુ પામેલી એક વ્યક્તિ ડાક લાક પ્રાંતની છે.
ડિસાસ્ટર મેનેજમેન્ટના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ડામરે વાવાઝોડાને લીધે 626 ઘર નાશ પામ્યા છે. જ્યારે 30 હજાર હેકટરમાં ફેલાયેલો ઊભો પાક નાશ પામ્યો છે. ઉપરાંત 228 ફિશિંગ બોટ અને હોડીઓના પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
પૂર અને ભેખડો ધસી પડવાને લીધે માર્ગ તથા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જ્યારે 84 ફલાઈટ રદ કરાઈ છે. વિયેટનામના વડાપ્રધાન નગયેન શુઆન ફુકે સેનાને લાપતા લોકોને શોધી કાઢવા જણાવ્યું છે. ડા નાંગ શહેરના માઈ સન સમુદ્ર કાંઠને અડીને આવેલા મુખ્ર્ય રસ્તા પર શનિવારે સવારે સુસવાટા સાથે પવન ફૂંકાતા એપેલ સંમેલન માટે ઊભા કરાયેલી સ્વાગત કમાનો અને બિલબોર્ડ તૂટી પડ્યા હતાં.
વિયેટનામમાં 11 નવેમ્બર સુધી એશિયા પ્રશાંત ઈકોનોમી કો-ઓપરેશન (એપેક)ની બેઠક યોજાનાર છે. સંમેલનમાં સભ્ય દેશોના 10,000 પ્રતિનિધિ અને અગ્રણી કંપનીઓના બે હજાર જેટલા સીઈઓ ઉપસ્થિત રહેનાર છે. સંમેલનના કવરેજ માટે 3,000 પત્રકારો પણ આવનાર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.