Home વ્યાપાર જગત - BUSINESS વિદેશી ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!

વિદેશી ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!

37
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૮૮.૨૨ સામે ૬૦૦૪૫.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૬૩૪.૩૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૫.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૯૩.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૨૪.૩૫ સામે ૧૭૯૨૭.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૦૪.૯૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૪.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૯.૮૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, જો કે વૈશ્વિક મોરચે એક તરફ યુરોપ એનજી કટોકટીનો સામનો કરી રહ્યું હોઈ રશીયા દ્વારા ગેસનો પુરવઠો અનિશ્ચિત સમય માટે અટકાવવામાં આવતાં કટોકટી ઘેરી બનવાની ચિંતા અને બીજી તરફ ચાઈનામાં પ્રમુખ શહેરમાં લોકડાઉનને લઈ આર્થિક અધોગતિની સાથે વૈશ્વિક સપ્લાય ચેઈનને અસર થવાની શકયતાએ શેરબજારમાં સેન્ટીમેન્ટ સતત ડહોળાયેલું રહ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે ઈન્ડેક્સ બેઝડ ટેલિકોમ, યુટિલિટીઝ અને પાવર ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીએ ઉછાળે નરમાઈ રહી હતી. વૈશ્વિક મંદ માંગની ચિંતાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં અને ભારતીય રૂપિયા સહિત વૈશ્વિક ચલણો સામે સતત મોંઘો બની રહેલો અમેરિકી ડોલર વિવિધ દેશોની હાલત કફોડી કરી રહ્યો હોઈ ફંડોએ સપ્તાહના અંતે ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખ્યું હતું.

વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલમાં ઓપેકનો ઉત્પાદન કાપનો નિર્ણય છતાં અપેક્ષાથી ઓછા ઉત્પાદન ઘટાડાના નિર્ણયે યુરોપ, ચાઈના સહિતમાં મંદીના ફફડાટ વચ્ચે ભાવ ફરી ઘટી આવતાં અને ભારતીય બજારોમાં પણ ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થતાં આજે ઉછાળે સાવચેતી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૩૭ લાખ કરોડ વધીને રૂ.૨૮૩.૦૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, બેઝિક મટિરિયલ્સ, એનર્જી અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૮ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચાલુ ખાતાની વધી રહેલી ખાધ તથા  રૂપિયાને ગબડતો અટકાવવા રિઝર્વ બેન્ક દ્વારા કરાતી દરમિયાનગીરીને  જોતા  ભારતનું એકંદર ફોરેકસ રિઝર્વ વર્તમાન વર્ષમાં હજુ વધુ ઘટશે એમ ડયૂશ બેન્ક દ્વારા જણાવાયું હતું. વર્તમાન નાણાં વર્ષમાં ભારતની વેપાર ખાધ વધીને ૩૦૦ અબજ ડોલર પહોંચવાની શકયતા છે જેને કારણે ચાલુ ખાતાની ખાધ વધીને ૧૪૦ અબજ  ડોલર અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના ૩.૯૦% પહોંચી જવાની ધારણાં હોવાનું બેન્ક દ્વારા એક રિસર્ચ નોટમાં જણાવાયું છે. ચાલુ ખાતાની ખાધ વધીને ૧૪૦ અબજ ડોલર પહોંચશે તો, એકંદર ચૂકવણીની સમતુલાની ખાધ પણ વર્તમાન નાણાં વર્ષમાં ૮૦ અબજ ડોલર જેટલી ઊંચી રહી શકે છે, જ્યારે કેપિટલ એકાઉન્ટ સરપ્લસ ૬૦ અબજ ડોલર આસપાસ રહેવા સંભવ છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં ભારતનું સ્પોટ ફોરેકસ રિઝર્વ જે ૬૦૭ અબજ ડોલર હતું તે ઘટી ૫૬૧ અબજ ડોલર પર આવી ગયું છે જ્યારે નેટ ફોરવર્ડ આઉટસ્ટેન્ડિંગં ૬૬ અબજ ડોલર પરથી ઘટી ૧૭ અબજ ડોલર પર આવી ગયું છે જે ૪૯ અબજ ડોલરનો ઘટાડો થયાનું સૂચવે છે. સ્પોટ રુપી તથા ફોરવર્ડસ મળીને એકંદર ફોરેકસ રિઝર્વ જે હાલમાં ૫૭૮ અબજ ડોલર છે તે નાણાં વર્ષના અંત સુધીમાં ઘટી ૫૫૦ અબજ ડોલર રહેવા ધારણાં હોવાનું બેન્ક દ્વારા વધુમાં જણાવાયું છે. રૂપિયામાં ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્ક દરમિયાનગીરી કરતી રહેશે એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જણાવ્યું હતું. રિઝર્વ બેન્કની દરમિયાનગીરીને જોતા ફોરેકસ રિઝર્વમાં વધુ ઘટાડો શકય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુપ્રીમ કોર્ટે સોનાલી ફોગાટ કેસમાં વિવાદિત કર્લીઝ રેસ્ટોરન્ટ પર તોડફોડની કાર્યવાહી પર રોક લગાવી
Next articleઅમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.