Home ગુજરાત ગાંધીનગર “વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત”; રાજ્યનું પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું

“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત”; રાજ્યનું પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું

49
0

(જી.એન.એસ)તા.૮

ગાંધીનગર,





ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ સરકારી ઈમારતો શણગારાઈ શહેરીજનો નયનરમ્ય લાઈટિંગનો નજારો જોઈ અભિભૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાશે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. જનભાગીદારીથી યોજાનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઈમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભા, સચિવાલય, મહાત્મા મંદિર- દાંડી બ્રિજ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત વિવિધ ઈમારતો પર રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના વિવિધ સ્થળોને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતાં, આ નજારો જોઈ શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી  રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોહમ્મદ અઝહરુદ્દીન ED સમક્ષ હાજર થયો, HCAમાં અનિયમિતતાનો આરોપ
Next articleઆજનું પંચાંગ (09/10/2024)