Home ગુજરાત ઉત્તર ગુજરાત વાવાઝોડા કે આપત્તિના સમય નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન...

વાવાઝોડા કે આપત્તિના સમય નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત

38
0

(G.N.S) dt. 14

ગાંધીનગર,

વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.

આજે વિધાનસભા ખાતે ગીર સોમનાથ જિલ્લામાં આશ્રયસ્થાનના અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, ગીરસોમનાથ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૯ આશ્રયસ્થાનો કાર્યરત છે જેમાં ૫૫૦ લોકો રહી શકે એવી વ્યવસ્થાઓ છે. વાવાઝોડા કે કુદરતી આપદા સમય આ આશ્રયસ્થાનોમાં લોકોને સલામતી મળે તે માટે રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ આશ્રય સ્થાનો ભૂકંપ પ્રૂફ ડિઝાઇન ધરાવતા તૈયાર કરવામાં આવ્યા છે આવા આશ્રય સ્થાનોમાં નિર્માણ માટે વિશ્વ બેંક, ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં બિપરજોય વાવાઝોડા સંદર્ભે આશ્રય સ્થાનોમાં અનેક નાગરિકોને આશરો આપીને પૂરતી વ્યવસ્થાઓ કરાઈ હતી. જેના પરિણામે કોઈ જાનહાનિ થઈ નથી એટલે જ નહીં વૈશ્વિક મહામારી કોરોના સમય પણ આ આશ્રય સ્થાનોમાં સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી તેમ, તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખાણ-ખનિજ પ્રવૃતિમાંગેર કાયદેસર ઉપયોગમાં લેવાયેલા નકલી ઓર્ડરથી છોડાયેલા વાહનો તેમજ ગુન્હો કરનાર તમામની ધરપકડ કરાઈ છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Next articleભારત અને પીએમ મોદીના સન્માનમાં બુર્જ ખલીફા પર લખાયેલ ‘ગેસ્ટ ઓફ ઓનર-રિપબ્લિક ઓફ ઈન્ડિયા’