Home રમત-ગમત Sports વારંવાર બ્રેક લેતા ભારતના સીનિયર ખેલાડીઓ પર ગાવસ્કર ભડક્યા

વારંવાર બ્રેક લેતા ભારતના સીનિયર ખેલાડીઓ પર ગાવસ્કર ભડક્યા

63
0

(જી.એન.એસ),તા.૧૩
મુંબઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારતીય ક્રિકેટ ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સતત આરામ લઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓ ટીમનો હિસ્સો નહતા. આગામી સમયમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાના ટોચના ખેલાડીઓ રોહિત, વિરાટ, બુમરાહ, હાર્દિક અને રિશભ વન-ડેમાં નહીં રમે. શિખર ધવનને કેરેબિયન ટીમ સામેની શ્રેણી માટે કપ્તાન બનાવાયો છે. પૂર્વ દિગજ્જ બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે આ મુદ્દે વેધક સવાલ કર્યો છે. સીનિયર ખેલાડીઓની પ્રતિબદ્ધતા સામે ગાવસ્કરે સવાલ ઉભો કર્યો છે. ગાવસ્કરે કહ્યું કે, વરિષ્ઠ ખેલાડીઓ આઈપીએલમાં બ્રેક નથી લેતા તો પછી દેશ માટે રમતા તેઓ શા માટે વારંવાર બ્રેક લઈ રહ્યા છે. ખેલાડીઓને આ પ્રકારે આરામ આપવાના વિચાર સાથે હું તદ્દન અસહમત છું. જાે આઈપીએલમાં તમે બ્રેક નથી લેતા તો દેશ તરફથી રમતા શા માટે લઈ રહ્યા છો. તમારે ભારત માટે રમવું જ પડશે. આરામની વાત ના કરશો તેમ ગાવસ્કરે જણાવ્યું હતું. ટી૨૦માં એક ઈનિંગમાં ફક્ત ૨૦ ઓવર હોય છે. તેમાં રમવાથી તમારા શરીર પર કોઈ વધુ ભાર નથી આવી જતો. ટેસ્ટ મેચમાં રમવાથી શરીર અને મગજ બન્ને પર ભાર આવતો હોય છે તેનાથી હું વાકેફ છું. પરંતુ મારા મતે ટી૨૦ રમવાથી કોઈ વધુ મુશ્કેલી પડતી નથી. ખેલાડીઓને આરામ આપવાની નીતિ બાબતે બોર્ડે પણ દખલ કરવી જાેઈએ. ગ્રેડ એના તમામ ખેલાડીઓ દમદાર કોન્ટ્રાક્ટ ધરાવે છે. દરેક મેચ માટે તેમને તગડી ફી પણ મલે છે. તેવો પ્રશ્ન પણ ગાવસ્કરે કર્યો હતો. ભારતીય ક્રિકેટના વધુ પ્રોફેશનલ બનાવવા માટે એક લક્ષ્મણ રેખા જરૂરથી નક્કી કરવી પડશે. જાે આરામ જ કરવો હોય તો તેવા ખેલાડીઓની જવાબદારીમાં ઘટાડો કરવો જાેઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત અને સ્મૃતિ મંધાનાને આઈસીસી વન-ડે રેન્કિંગમાં ફાયદો
Next articleડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક તળિયું અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતી યથાવત્…!!!