Home વ્યાપાર જગત - BUSINESS ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક તળિયું અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ ભારતીય શેરબજારમાં...

ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક તળિયું અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતી યથાવત્…!!!

Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૫૧૪.૧૫ સામે ૫૩૬૮૮.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૧૬૩.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૯૭.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૪૧૬.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૭૯.૯૦ સામે ૧૫૯૮૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૮૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૯૪૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી પરંતુ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાની અવિરત ગતિને કારણે રૂપિયામાં દિવસે ને દિવસે એક નવું ઐતિહાસિક તળિયું જોવા મળી રહ્યું છે. ભારતીય ચલણ ગુરૂવારના સત્રમાં પણ ડોલરની સામે એક નવા રેકોર્ડ તળિયે પહોંચ્યું છે. અમેરિકામાં મોંઘવારીની માર બાદ હવે ભારતમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા જૂન મહિનામાં સતત ૧૫મા મહિને ૧૦%ની ઉપર અને સતત ત્રીજા મહિને ૧૫%ની ઉપર પહોંચતા રૂપિયામાં આજે પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને તેના પરિણામે આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

રૂપિયો ડોલરની સામે ફરી ૮૦ તરફ આગળ વધ્યો છે. સતત ચોથા સેશનમાં ઘટાડા સાથે ભારતીય ચલણ અમેરિકન કરન્સીની સામે ૭૯.૮૬ પર પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં રૂપિયો ૭૪ની આસપાસ કામકાજ કરી રહ્યો હતો અને આજે તે ૮૦ નજીક પહોંચ્યો છે એટલેકે ૮%થી વધુ ગગડ્યો છે તેથી વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતના ઈક્વિટી બજારમાંથી અંદાજીત ૨૯.૧૬ અબજ ડોલરનું રોકાણ પરત ખેંચ્યું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો નવા નીચા તળીયે આવતા ભારતીય શેરબજારમાં આજે પણ ઉછાળે વેચવાલી યથાવત રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, બેઝિક મટિરિયલ્સ, ટેલિકોમ, મેટલ, બેન્કેક્સ, ફાઈનાન્સ, રિયલ્ટી, એફએમસીજી અને સીડીજીએસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૨૩ અને વધનારની સંખ્યા ૧૨૯૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ડોલર સામે ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે ત્યારે ફુગાવામાં સાધારણ નરમાઈને જોતા રિઝર્વ બેન્ક રેપો રેટમાં આક્રમક વધારો કરવાનું ટાળશે તેવી અપેક્ષા વ્યકત થઈ રહી છે. ડોલર સામે રૂપિયો વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૮% જેટલો ઘટી ગયો છે. ગોલ્ડ પર આયાત ડયૂટીમાં વધારો તથા વિદેશી પ્રવાહને આકર્ષવાના પગલાંની જાહેરાતને જોતા સરકાર ૨૦૧૩ જેવા પગલાં લઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહાર રૂપિયામાં પાર પાડવાની પણ રિઝર્વ બેન્કે છૂટ આપી છે. વર્ષ ૨૦૧૩માં આ કવાયત ઘણી જ સફળ રહી હતી કારણ કે તેલ કંપનીઓ ડોલરની મોટી ખરીદદાર છે.

આ ઉપરાંત સરકારી કંપનીઓને વિદેશમાંથી વધારાના ડોલર ફન્ડસ ઊભા કરવાની છૂટ આપી શકાય છે. દરમિયાન જુનનો ફુગાવો સાધારણ નીચો રહેતા રિઝર્વ બેન્ક રેપો રેટમાં આક્રમક વધારો કરશે તેવી અપેક્ષા મંદ પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિની હવે પછીની બેઠકમાં રેપો રેટમાં ૩૫ બેઝિસ પોઈન્ટનો સામાન્ય વધારો થવા ધારણાં છે. કોમોડિટીઝના ભાવમાં ઘટાડો તથા જુન ત્રિમાસિકનો અપેક્ષા કરતા નીચો ફુગાવો રિઝર્વ બેન્કને ૫૦ બેઝિસ પોઈન્ટના અપેક્ષિત વધારા કરતા અટકાવશે. વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનાથી ફુગાવો ઘટવાનું શરૂ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવારંવાર બ્રેક લેતા ભારતના સીનિયર ખેલાડીઓ પર ગાવસ્કર ભડક્યા
Next articleમિશન ૨૦૪૭, ઈસ્લામિક સ્ટેટ બનાવવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.