Home ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪નો શુભારંભ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૨૪નો શુભારંભ

17
0

તા. ૧૦ જાન્યુઆરીના રોજ સરકારી કચેરીઓ સવારે ૧૦.૩૦ વાગ્યાને બદલે બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે

***

(જી.એન.એસ),તા.૦૮

આગામી તા. ૧૦-૧૧-૧૨ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનો શુભારંભ થવાનો છે. જેમાં દેશ વિદેશના ડેલીગેટ્સ, વિવિધ રાજ્યોના પ્રતિનીધીઓ, રોકાણકારો, ઉદ્યોગપતિઓ, કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રીઓ, ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહેવાના છે. આ સમયગાળા દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર તરફ વી.વી.આઇ.પી મહાનુભાવોના વાહનોની અવર જવર રહેશે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તથા વી.વી.આઇ.પી.ઓની સલામતીને ધ્યાનમાં રાખીને તા. ૧૦/૦૧/૨૦૨૪, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીઓ શરૂ થવાનો સમય સવારે ૧૦.૩૦ના બદલે બપોરે ૧૨:૦૦ વાગ્યાનો રહેશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજે આખું વિશ્વ આત્મનિર્ભર ભારત ભણી મીટ માંડીને બેઠું છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Next articleગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના મિશન અંતર્ગત : સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું – વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ