Home ગુજરાત ગાંધીનગર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪: આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો -૨૦૨૪: આત્મનિર્ભર ભારત પેવેલિયનમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ જોવા મુલાકાતીઓનો જમાવડો

15
0

(G.N.S) dt. 12

ગાંધીનગર,

ભારતીય રેલ દ્વારા અયોધ્યા ધામ જંકશન જોવા લોકોની મોટી ભીડ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024 માં પેવેલિયન 7માં  ભારતીય રેલ્વે દ્વારા અયોધ્યાધામ જંકશન અને રેલવે ઇતિહાસના વિવિધ આયામોની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ આખું પેવેલિયન આત્મ નિર્ભર ભારતની થીમ  આધારિત છે.

વિવિધ પ્રકારના 23 સ્ટોલ ધરાવતા આ પેવેલિયનમાં હોમિયોપેથી અને યોગનું મહત્વ ઉજાગર કરતો મિનિસ્ટ્રી ઓફ આયુષ, નેશનલ હાઇવે ના વિકાસ માવજત અને મેનેજમેન્ટ માટે કાર્ય કરતું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, માય હેન્ડલુમ માય ફ્રેન્ડ ઉજાગર કરતુ વસ્ત્ર મંત્રાલય, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ધોળાવીરા કચ્છ પર્યટન, વેલસ્પન વર્લ્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હરિયાણા , અમુલ, આદિત્ય બિરલા ગ્રુપ, DRDO વગેરેના આકર્ષક અને માહિતીપ્રદ પ્રદર્શનનો મુલાકાતીઓ આનંદ માણી રહ્યા છે.


મોટા ઉદ્યોગોને સખી મંડળો તથા સ્વ સહાય જૂથો સાથે પાર્ટનરશીપ કરી નાના ઉદ્યોગોને વિકાસનું પ્લેટફોર્મ પૂરું પાડતું જીએલપીસી એટલે કે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીનો સ્ટોલ નાના ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ માહિતી આપતો સાબિત થયો છે. આ ઉપરાંત એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના સ્ટોલમાં રોબોટ સાથે વાત કરવા મુલાકાતે ઉત્સુકતા બતાવે છે. આ પેવેલીયનની સજાવટ ધ્યાનાકર્શક હોવાથી બહોળી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે.


This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાતવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા સજ્જ
Next articleવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું મુંબઈ માં ઉદઘાટન કરવામાં આવ્યું