Home રમત-ગમત Sports વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સની ટીમ ભારતમાં કેમ્પ અને પ્રેક્ટિસ પર મદાર રાખશે

વર્લ્ડકપમાં નેધરલેન્ડ્સની ટીમ ભારતમાં કેમ્પ અને પ્રેક્ટિસ પર મદાર રાખશે

12
0

(GNS),28

ભારતમાં યોજાનારા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સની ટીમની કદાચ ખાસ ગણતરી કરાતી નહીં હોય અથવા તો તેને દાવેદાર માનવામાં આવતી નહીં હોય પરંતુ તે પણ તડામાર તૈયારીની ગણતરીમાં છે. ડચ ટીમનો સઘળો મદાર ભારતમાં યોજાનારા ટીમના કેમ્પ અને ત્યાર બાદની પ્રેક્ટિસ મેચો પર રહેશે તેમ તેના કોચ રાયન કૂકનું માનવું છે. વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબરમાં થનારું છે અને પ્રથમ મેચ પાંચમી ઓક્ટોબરે રમનારી છે પરંતુ નેધરલેન્ડ્સની ટીમ સપ્ટેમ્બરની મધ્યમાં ભારત આવી જશે અને બેંગલોરમાં એક કેમ્પ યોજશે. આ દરમિયાન તે સ્થાનિક ટીમો સાથે કેટલીક પ્રેક્ટિસ મેચો પણ રમશે. આ મેચો બાદ નેધરલેન્ડ્સની ટીમ થિરુવનંથપુરમ ખાતે વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પણ રમશે. રાયન કૂકને આશા છે કે આ વખતના વર્લ્ડ કપમાં તેમની ટીમ ભારતમાં સારી એવી પ્રેક્ટિસ કરશે અને તેની ટીમની મેચ જીતવાની આશા પેદા થશે. તેમણે જણાવ્યું હતું કે અમે શક્ય તેટલી આકરી મહેનત કરી રહ્યા છીએ. ભારતમાં અમે કેટલીક મેચ રમવા ઉપરાંત કેમ્પ પણ યોજીશું આમ થવાને કારણે વર્લ્ડ કપમાં અમે સારી રીતે પરફોર્મન્સ કરી શકીશું. એક વાર અમે વર્લ્ડ કપમાં રમવાનો પ્રારંભ કરીશું ત્યાર બાદ આ પ્રકારની તૈયારી જ અમને સારો દેખાવ કરવા માટે પ્રેરણા આપશે. નેધરલેન્ડ્સની ટીમ વર્લ્ડ કપ માટેની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં રમી હતી.

જુલાઈમાં તેમણે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ક્વોલિફાઈ કર્યું હતું અને કેરેબિયન ટીમ વર્લ્ડ કપથી વંચિત રહી ગઈ હતી. જોકે ત્યાર બાદ નેધરલેન્ડ્સ હજી સુધીમાં એકેય ઇન્ટરનેશનલ મેચ રમ્યું નથી. આમ થતાં તેઓ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી મેગા ઇવેન્ટ અગાઉ પ્રેક્ટિસ વિહોણા બની ગયા છે. નેધરલેન્ડ્સ પાસેથી આ વખતે વધારે અપેક્ષા રાખવામાં આવી રહી છે કેમ કે તેમણે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું છે. આ ઉપરાંત તેઓ ભારતમાં 1996 અને 2011ના વર્લ્ડ કપમાં રમ્યા હતા પરંતુ હજી સુધી તેઓ ભારતીય ધરતી પર એકેય મેચ જીતી શક્યા નથી. જોકે નેધલેન્ડ્સની ટીમનો કેપ્ટન સ્કોટ એડવર્ડ્ઝ આ બાબતને ખાસ મહત્વની માનતો નથી. તેણે જણાવ્યું હતું કે મને લાગે છે કે ભૂતકાળ પર દર વખતે નજર કરવી મહત્વની બાબત નથી. મારા મતે આ વખતની ટીમ ભૂતકાળ કરતાં સંપૂર્ણપણે અલગ જ ટીમ છે. આમ અમે માત્ર ટીમની દૃષ્ટિથી જ વિચારી રહ્યા છીએ. અમે છેલ્લા બે વર્ષથી શાનદાર દેખાવ કરી રહ્યા છીએ. વર્લ્ડ કપના લીગ તબકકામાં નેધરલેન્ડ્સની ટીમ આ વખતે ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન સામે રમનારી છે. જેમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે તેઓ છેલ્લા એક વર્ષમાં રમ્યા છે અને તેમની ટીમ તથા ખેલાડીઓની ખાસિયતથી સારી રીતે માહિતગાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રાહ્મણોની મહાનતા પર પુસ્તક લખી રહ્યા છે નિયાઝ ખાન
Next articleએશિયા કપમાં ઉપખંડના ઝડપી બોલર્સની કસોટી થશે : પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર