Home રમત-ગમત Sports એશિયા કપમાં ઉપખંડના ઝડપી બોલર્સની કસોટી થશે : પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર

એશિયા કપમાં ઉપખંડના ઝડપી બોલર્સની કસોટી થશે : પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર

11
0

(GNS),28

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમના મતે આગામી એશિયા કપમાં વન-ડે વર્લ્ડ કપ અગાઉ ઉપખંડના ઝડપી બોલર્સની 50 ઓવરની ફોરમેટ માટે તૈયારીની આકરી કસોટી થશે. એશિયા કપનો બુધવારથી પ્રારંભ થશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાનમાં પ્રથમ વન-ડે મેચ રમાશે. પરંતુ એશિયા કપમાં તમામની નજર 2જી સપ્ટેમ્બરના બીચ કેન્ડીમાં રમાનાર ભારત અને પાકિસ્તાનના હાઈવોલ્ટેજ મુકાબલા પર રહેલી છે. અકરમે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ભારત, પાકિસ્તાન અથવા શ્રીલંકા કોઈપણ ટીમ હોય તમામ એ જોવા ઈચ્છે છે કે શું આ શ્રેષ્ઠ ટીમોના ઝડપી બોલર્સ વન-ડેમાં 10 ઓવરનો તેમનો ક્વોટા પૂરો કરી શકે છે કે નહીં. આજકાલ બોલર્સ ચાર ઓવરનો સ્પેલ ફેંકવાની આદત ધરાવે છે. ગત વર્ષે એશિયા કપ ટી20 ફોરમેટમાં યોજાયો હતો પરંતુ આ વર્ષે ટુર્નામેન્ટ 50 ઓવરની ફોરમેટમાં રમાશે. અકરમે આ બદલાવનું સ્વાગત કર્યું હતું. પૂર્વ પાક. બોલરે જણાવ્યું કે, એસીસી દ્વારા એશિયા કપનું આયોજન 50 ઓવરની ફોરમેટમાં કરવું તે સારો વિચાર છે કારણ કે આ ટુર્નામેન્ટ પછી વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે.

અકરમે કોઈ એક ટીમને જીત માટે દાવેદાર ગણાવવાનો ઈન્કાર કરી દીધો હતો અને જણાવ્યું કે, તમામ માટે રાહ સરળ નહીં હોય. આ લાંબી ટુર્નામેન્ટ રહેશે અને એક મેચ જીતીને કોઈ સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી શકશે નહીં. ટોચના સ્થાને પહોંચવા દરેક મેચ જીતવી પડશે. 50 ઓવરની મેચ હોવાથી યોગ્ય માનસિકતા અને ફિટનેસ પણ મહત્વનો ભાગ ભજવશે. ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલની આગાહી કરવામાં આવી હતી પરંતુ શ્રીલંકા ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યું હતું. ત્રણેય ટીમો ખતરનાક છે અને આ પૈકી કોઈપણ જીતી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ મહત્વની છે તે આપણે સૌ જાણીએ છીએ. તમામ લોકો આ મેચ માટે આતુર હોય છે પરંતુ અન્ય ટીમો પણ અહીં રમવા આવી છે અને શ્રીલંકા તથા બાંગ્લાદેશની ટીમને પણ ઉતરતી ના આંકવી જોઈએ. ભારતની એશિયા કપની ટીમ સંતુલિત હોવાનું અકરમે જણાવ્યું હતું. શું પાકિસ્તાનની ટીમને ભારત પ્રવાસ પર નહીં મોકલવા મુદ્દે પાક. સરકારે કડક વલણ અખત્યાર કરવાની જરૂર હતી તેવું તમને લાગે છે તેવા સવાલના જવાબમાં અકરમે જણાવ્યું કે, પાક. સરકાજે જ ટીમને ભારત પ્રવાસ ખેડવા મંજૂરી આપી છે. હું હંમેશા કહું છું કે રાજકારણને રમત બંનેને એકબીજાથી જુદા રાખવા જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડકપમાં નેધરલેન્ડ્સની ટીમ ભારતમાં કેમ્પ અને પ્રેક્ટિસ પર મદાર રાખશે
Next articleઓલરાઉન્ડર કરિમ જનતનું છ વર્ષ બાદ અફઘાન ટીમમાં પુનરાગમન થયું