Home મનોરંજન - Entertainment વરસોની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ઘર વસાવશે વરુણ ધવન

વરસોની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ઘર વસાવશે વરુણ ધવન

957
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
જુડવા ટુ પછી ટોચના કલાકારોની હરોળમાં આવી ગયેલો અભિનેતા વરુણ ધવન આવતા વરસે પ્રભુતામાં પગલાં માંડશે એવી વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી. હજુ થોડા દિવસ પહેલાં ક્રિકેટર વિરાટ કોહલી અને ટોચની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કરી લીધાં હતાં. ત્યારબાદ એવા સમાચાર વહેતા થયા હતા કે ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા સોનમ કપૂર પોતાના બૉયફ્રેન્ડ દિલ્હીના વેપારી આનંદ આહુજા સાથે ૨૦૧૮ના ફેબુ્રઆરીમાં પરણી જશે. એ બંનેએ લગ્નસ્થળ તરીકે જોધપુરમાં કોઇ લેાકેશન પણ બુક કરી રાખ્યું છે એવું આ અહેવાલમાં જણાવાયું હતું. હવે એવા સમાચાર મળ્યા હતા કે વરુણ ધવન પણ પોતે અભિનય ક્ષેત્રે સેટલ થઇ ચૂક્યો છે એટલે પરણી જવામાં વાંધો નથી એવું માનતો જણાય છે. એની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ વરુણ પોતાની વરસો જૂની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ૨૦૧૮માં પરણી જાય તો નવાઇ નહીં. જો કે હજુ ઔપચારિક રીતે વરુણ તરફથી કોઇ જાહેરાત કરાઇ નથી. હાલ વરુણ સુઇ ધાગા નામની નવી ફિલ્મની પૂર્વતૈયારીમાં પડયો છે. તાજેતરમાં રજૂ થયેલી એની જુડવા ટુએ સો કરોડથી વધુ આવક બોક્સ ઑફિસ પર નોંધાવી ત્યારબાદ એની ડિમાન્ડ વધી હતી અને એણે પણ લાગ જોઇને પોતાની પ્રાઇઝમાં વધારો કરી નાખ્યો હતો. વરુણના એક દોસ્તે આપેલી માહિતી મુજબ અત્યાર સુધી વરુણ એમ કહેતો હતેા કે હું માતાપિતાનું ઘર છોડીને ક્યાંય જવાનો નથી.પરંતુ નતાશાએ એને મનાવ્યો હતો કે મને મારું સ્વતંત્ર ઘર જોઇએે છે એટલે હવે પરિસ્થિતિ બદલાઇ જણાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનિલ-માધુરી 18 વર્ષ બાદ ફિલ્મમા સાથે કરશે ‘ટોટલ ધમાલ’
Next articleહું હાલ કોઇ નવી ફિલ્મ સાઇન કરતો નથી શાહરુખ ખાનની જાહેરાત