Home મનોરંજન અનિલ-માધુરી 18 વર્ષ બાદ ફિલ્મમા સાથે કરશે ‘ટોટલ ધમાલ’

અનિલ-માધુરી 18 વર્ષ બાદ ફિલ્મમા સાથે કરશે ‘ટોટલ ધમાલ’

703
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
90ના દાયકાની સુપરહીટ જોડીમાંથી એક એવા અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ફરીવાર એક સાથે જોવા મળશે. આ બંનેની જોડીએ અનેક હીટ અને યાદગાર ફિલ્મો આપી છે. હવે આ જોડી 18 વર્ષ બાદ ફરીથી ફિલ્મી પડદે એક સાથે જોવા મળશે.
બોલિવૂડની ધક ધક ગર્લ અને જક્કાસ અભિનેતા અનિલ કપૂરની જોડી ફિલ્મી પડદે અનેક ફિલ્મોમાં પોતાનો જાદૂ ચલાવી ચુકી છે. હવે બંને 18 વર્ષ બાદ ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બંને સાથે જોવા મળશે. ફિલ્મ ધમાલની સીરીઝમાં આ વખતે અનિલ, માધુરી સાથે અજય દેવગણ જોવા મળશે. ફિલ્મ અંગે જાણવા મળ્યા અનુસાર ટોટલ ધમાલ ફિલ્મમાં અનિલ કપૂર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી માધુરી દીક્ષિત પણ ઘણા વર્ષો પછી ફિલ્મી પડદે જોવા મળશે. આ ફિલ્મ ધમાલ સીરીઝની અન્ય ફિલ્મોની જેમ કોમેડી હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત આ અગાઉ વર્ષ 2000માં આવેલી ફિલ્મ પુકારમાં સાથે જોવા મળ્યા હતા. 2 દાયકા સુધી બોલિવૂડ પર રાજ કરનાર માધુરી ફરીથી એકવાર અનિલ કપૂર સાથે કોમેડી કરતી જોવા મળશે. ટોટલ ધમાલ ફિલ્મમાં આ બંને દિગ્ગજો ઉપરાંત અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી પણ જોવા મળશે.

Previous articleઅક્ષય છે નંબર વન હીરો, જેના પર કોઈપણ ડાયરેક્ટર દાંવ લગાવવા તૈયાર
Next articleવરસોની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ઘર વસાવશે વરુણ ધવન