Home ગુજરાત વડોદરાઃ લક્ઝુરીયસ કારમાં દારૂ-બિયરની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો

વડોદરાઃ લક્ઝુરીયસ કારમાં દારૂ-બિયરની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો

756
0

જી.એન.એસ, તા.૧૩ વડોદરા
શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે કારમાં બેગ ભરીને લવાયેલા દારૂ અને બિયરના જથ્થા સાથે એક યુવાન પકડાયો હતો. યુવાન હાલ અમદાવાદમાં ફરજ બજાવતા એસઆરપીના પીઆઇનો પુત્ર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા અને કાર સહિત 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરા શહેર એસઓજી પોલીસના પીઆઇ એચ.એમ.વ્યાસને મળેલી બાતમી મળી હતી કે, એક શખ્સ મરૂન કલરની ટવેરા કારમાં દારૂનો જથ્થો ભરીને માંજલપુર સીતાબાગ મેદાન પાસે કોઇને આપવા આવવાનો છે. બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે સીતાબાગ ગરબા મેદાન પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ડી માર્ટવાળા રસ્તા પરથી તવેરા કાર પસાર થતાં પોલીસે કારને અટકાવીને ઘેરી લીધી હતી અને કારની તલાશી લીધી હતી.
કારમાં પુઠ્ઠાના બોકસમાં તથા બેગમાં ઠાંસી ઠાંસીને ભરાયેલી બિયર તથા દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શખ્સની પુછપરછ કરતાં તેનું નામ હેમંત ચન્દ્રકાંત જાદવ (રહે, નિજધામ ડુપ્લેક્ષ, લક્ષ્મીનારાયણ” rel=”નારાયણ” target=”_blank”>નારાયણ મંદિર પાસે, માંજલપુર) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હેમંત જાદવની બિયરનાં ટિન અને બોટલો તથા સ્કોચ વ્હિસ્કીની બોટલો સહિત 23,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા મોબાઇલ ફોન અને બેગ તથા ટવેરા કાર મળી 8,25,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હેમંત જાદવની પોલીસે પૂછપરછ કરતાં તેના પિતા એસઆરપીમાં પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું અને હાલ અમદાવાદમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું. વાપી ચોકડી પાસેથી તેણે દારૂનો જથ્થો લીધો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે મામલે હેમંત જાદવની વધુ તપાસ શરૂ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field