Home ગુજરાત ડબોઇમાં અનાથ દિકરી બની સરપંચ

ડબોઇમાં અનાથ દિકરી બની સરપંચ

339
0

ગ્રામપંચાયતના ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં એક અનોખો કિસ્સો પણ સામે આવ્યો છે. તમને પણ જાણીને ગામના માજી સરપંચને શત શત પ્રણામ કરવાનું મન થશે.
વાત છે વડોદરા જિલ્લાના ડભોઈ નજીક આવેલા કરણેટ ગામની. આ ગામમાં એક ‘અનાથ દીકરી ગામની નાથ’ બની છે. માતા-પિતાની છત્રછાયા ગુમવાનાર દીકરીને માજી સરપંચે આશરો આપી ભણાવી-ગણાવીને મોટી કરી
હતી. ત્યારે તાજેતરમાં ચૂંટણી પરિણામો આવ્યા તેમાં માજી સરપંચે પોતાની આ દીકરીને સરપંચ બનાવ્યાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે.
કરણોટ ગામમાં રહેતા સંગીતાબેન વિઠ્ઠલભાઇ વસાવા પાંચ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગંભીર બીમારીના લીધે મોતને ભેટ્યા હતા. સંગીતાબેનના પિતા નીતિનભાઇ પટેલના ત્યાં ચાકરી કરતાં હતાં. થોડાંક જ સમયમમાં
સંગીતાની માતાએ બીજે લગ્ન કરતાં તેઓ નોધારા થઇ ગા હતા. પરંતુ નીતિનભાઇએ પોતાના ઘરે આ દીકરીને રાખી ધોરણ 8 સુધી ભણાવીને તેના લગ્નની જવાબદારી પણ ઉઠાવી છે.
આ અરસામાં જ ગ્રામપંચાયતની ચૂંટણીઓ આવતા નીતિનભાઇએ સંગીતાને ગામના સરપંચપદ માટે ઉમેદવારી નોંધાવીને તે સ્પષ્ટ બહુમતીથી જીતીને ગામની અનાથ દીકરીને જ ગામની નાથ બનાવી પ્રસ્થાપિત કરી દીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅ’વાદઃ ટ્રકની ટક્કરે કિશોરનું મોત, ગુનો નોંધવા મુદ્દે પોલીસ અને ટ્રાફિક વચ્ચે વિવાદ
Next articleવડોદરાઃ લક્ઝુરીયસ કારમાં દારૂ-બિયરની હેરાફેરી કરતો પોલીસ પુત્ર ઝડપાયો