Home ગુજરાત ગાંધીનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન સોલાર રૂફટોપના લાભાર્થીઓ સાથેનો સંવાદ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરની મુલાકાત દરમિયાન સોલાર રૂફટોપના લાભાર્થીઓ સાથેનો સંવાદ સોશિયલ મીડિયા પર શેર કર્યો

14
0

2 KW સુધીની સિસ્ટમ પર 60 ટકા સબસિડી, યોજના માટે ₹ 75,021 કરોડની જોગવાઇ

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

તાજેતરમાં ગુજરાતમાં રિઇન્વેસ્ટ સમિટ અને વિવિધ વિકાસકાર્યોના શુભારંભ માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બરે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જગદીશભાઈ સુથાર અને તેમના પરિવારજનો તેમજ અન્ય લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના અંશ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, “મારી તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન હું જગદીશભાઈ સુથારના ઘરે ગયો હતો. તેઓ અને તેમના પરિવારજનોએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ લીધો છે. આ યોજનાના અન્ય લાભાર્થીઓ સાથે પણ મેં મુલાકાત કરી. અહીં થોડા અંશ પ્રસ્તૂત છે.”

યોજના માટે ₹ 75,021 કરોડની જોગવાઇ, લોન્ચ થયાના એક મહિનામાં 1 કરોડથી વધુ રજિસ્ટ્રેશન

29 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજનાને ભારત સરકારે મંજૂરી આપી હતી. આ યોજના માટે ₹ 75,021 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કાર્યક્રમ અમલીકરણ એજન્સી (National programme Implementation Agency -NPIA) અને રાજ્ય સ્તરે રાજ્ય અમલીકરણ એજન્સીઓ (State Implementation Agencies -SIAS) દ્વારા લાગુ કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાવર વિસ્તરણ કંપનીઓ/ઊર્જા વિભાગો અમલીકરણ એજન્સીઓ રહેશે. લોન્ચ થયાના એક મહિનામાં જ 1 કરોડ ઘરોની નોંધણી પોર્ટલ પર થઇ ગઇ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 16 માર્ચ 2024 એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દેશના તમામ રાજ્યોમાંથી રજિસ્ટ્રેશન થઇ રહ્યા છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પાંચ લાખથી વધુ રજિસ્ટ્રેશન થઇ ગયા છે.

2 KW ક્ષમતાની સિસ્ટમ પર 60 ટકા સબસિડી

આ યોજના અંતર્ગત 2 KW ક્ષમતાની સિસ્ટમમાં સોલાર યુનિટના ખર્ચ પર 60 ટકા સબસિડી આપવામાં આવે છે અને 2થી 3 KW સુધીની ક્ષમતાની સિસ્ટમમાં વધારાનો 40 ટકાનો ખર્ચ આપવામાં આવે છે. સબસિડીની ટોચની મર્યાદા 3KW સુધી છે. વર્તમાન સમયના ભાવ અનુસાર, 1 KW માટે ₹ 30,000, 2 KW માટે ₹ 60,000 અને 3 KW કે તેનાથી વધારેની ક્ષમતા માટે ₹ 78,000નો લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે https://pmsuryaghar.gov.in પર આવેદન કરી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ડેન્ગ્યૂનાં કેસમાં વધારો થતાં માંતા પિતાની ચિંતામાં વધારો, તંત્ર એલર્ટ થયું
Next articleકોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરવા માટે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.