Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ કર્યું

વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભનું અનાવરણ કર્યું

46
0

(જી.એન.એસ),તા.૧૧
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૧ જુલાઇના રોજ નવા સંસદ ભવનની છત પર બનેલા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ નવી સંસદના કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી. રાષ્ટ્રીય પ્રતિક ૯૫૦૦ કિલોગ્રામના વજન સાથે બ્રોન્ઝથી બનેલા છે અને તેની ઊંચાઇ ૬.૫ મીટર છે. તેને ન્યૂ પાર્લિયામેન્ટ બિલ્ડિંગના સેન્ટ્રલ ફોયરના શીર્ષ પર કાસ્ટ કરવામાં આવ્યું છે. પ્રતિકને સપોર્ટ કરવા માટે લગભગ ૬૫૦૦ કિલોગ્રામ વજનવાળા સ્ટીલની એક સહાયક સંરચનાનું નિર્માણ કરવામાં આવ્યું છે દેશની રાજધાની દિલ્હીમાં બની રહેલી નવી સંસદની ઉપર તળ પર અશોક સ્તંભ (ભારતનું રાષ્ટ્રીય ચિન્હ) લગાવવામાં આવ્યો છે. જેની ઉંચાઇ ૨૦ ફૂટ છે. નવી સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિકની કાસ્ટિંગ પ્રક્રિયા ક્લે મોડલિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ સુધી આઠ અલગ-અલગ તબક્કામાંથી પસાર થઇ છે. પહેલા નવા સંસદ ભવનના શિખર પર લગાવવાનો પ્રસ્તાવ હતો. જાેકે યોજનામાં ફેરફાર કરતા તેને ભવનના ઉપરી તળ પર સ્થાપિત કરવામાં આવી છે. ભારતનું રાષ્ટ્રીય ચિન્હ મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા સારનાથમાં બનાવવામાં આવેલા સ્તંભથી લેવામાં આવ્યું છે. આ સ્તંભના શિખર પર ચાર સિંહ ઉભા છે. જેમના મો ચારેય દિશાઓમાં છે અને તેમનો પાછલો ભાગ ખંભા સાથે જાેડાયેલો છે. સંરચનાની સામે તેમાં ધર્મ ચક્ર (કાનૂનનું પૈડું) પણ છે જે ભારતના પ્રતિક શક્તિ, હિંમત, ગર્વ અને વિશ્વાસને પ્રદર્શિત કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!
Next article૬૯ વર્ષની ઉંમરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પિતા બનશે