Home ગુજરાત ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનના આપેલા લક્ષ્યાંકમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ

30
0

(જી. એન. એસ) તા. 18

ગાંધીનગર,

ઇન-સ્પેસ અને ગુજરાત સરકારે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે MoU કર્યા

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે : મુખ્યમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચંદ્રયાન-૩ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ હેતુસર વડાપ્રધાન મોદીએ ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્‍સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચપેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે.

ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ લક્ષ્યાંકમાં પોતાનું યોગદાન આપવાની સજ્જતા કેળવવા એક મહત્વપૂર્ણ MoU કર્યો છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MoU કરવામાં આવ્યા છે.

તદઅનુસાર, અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે.

સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ આ તકે જણાવ્યું હતું.

આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન-સ્પેસના ચેરમેન ડૉ. પવન કુમાર ગોયેંકા, જોઈન્‍ટ સેક્રેટરી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન-સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડૉ. રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleVGGS 2024: “સિરામિક: પ્લેસિંગ ગુજરાત ઓન ગ્લોબલ મેપ” અંગે રાજકોટ ખાતે પ્રથમ પ્રિ-સમિટ કાર્યક્રમ યોજાશે
Next articleમુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેVGGSની ૧૦મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેની દસમી કડીમાં વધુ ત્રણ MoU થયાં