લોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
(જી.એન.એસ) તા. 5
અમદાવાદ,
લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બકામાં 7 મે, મંગળવારના રોજ ગુજરાતમાં મતદાન યોજવાનું છે અને તેની સાથે અમદાવાદ શહેરમાં તેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી જી એસ મલિક દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાત મે ને મંગળવારના રોજ અમદાવાદ શહેરના 6 હજાર પોલીસ કર્મીઓ, અધિકારીઓ, ITBP, CISF, BSF, SRPF સહિતની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીના પગલે 103 વોન્ટેડ આરોપી અને 42 હજાર જેટલા શખ્સો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ગાંધીનગર- અમદાવાદ પૂર્વ-પશ્ચિમ અને ખેડા બેઠક માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
હાલમા 4 બેઠકના કુલ મતદાન બૂથ 4132 અને 1168 બિલ્ડિંગ છે. 931 બૂથ ક્રિટિકલ છે. અમદાવાદમાં પોસ્ટલ બેલેટ 12561 છે, જેમાંથી 10266 પોસ્ટલ બેલેટથી મતદાન થઈ ચુક્યું છે. કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે નોન બેલેબલ વોરંટ બજાવ્યા છે. ચૂંટણીમાં પોલીસ બંદોબસ્ત સિવાય ચૂંટણીમાં 57 ફ્લાઈંગ સ્ક્વોર્ડ, 86 સ્ટ્રેટેજીકલ ટીમ બનાવવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.