Home ગુજરાત ગાંધીનગર લુખ્‍ખાઓનું નહિ કાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવનાર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વધું...

લુખ્‍ખાઓનું નહિ કાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવનાર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વધું એક ડઝન લોકોનો પાસાનાં પાંજરે પૂર્યા

28
0

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

કાર્યદક્ષ પોલીસ કમિશનર અજય કુમાર તોમર નિવૃત્ત થયા બાદ સુરત શહેર પર જાણે પનોતી શ્વાર થયેલ હોય તેમ હત્‍યાઓ , લુંટ, લુખ્‍ખા તત્‍વોનાં ત્રાસ પરાકાષ્ઠા પર પોહચી ગયા હોય આવા વિશિષ્ટ સંજોગો કંટ્રોલ કરવા ગાંધીનગર અને કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ અને વડોદરામાં અપરાધીઓને કાયદાનું ભાન કરાવનાર અનુપમસિંહ ગેહલોતની પસંદગી કરતા પોતાની પસંદગી સાર્થક કરતા હોય તેમ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર સહિત વિવિધ અધિકારી, સ્‍ટાફ વિગેરે પાસેથી માહિતી મેળવીપીસીબી પીઆઇ આર.એસ સુવેરા સાથે ચર્ચા કરી તેમની દરખાસ્‍ત આધારે એક જ દિવસમાં ૧૭ અપરાધીઓને પાસા હેઠળ અને ૨૧ ને તફીસ કરી સુરતમાં લુખ્‍ખાઓનું નહિ ફાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવી લોકોની વાહવાહ મેળવનાર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વધુ એક મહત્ત્વની નિર્ણય કરી ફરીથી એક ડઝન લોકોનો પાસાનાં પિંજરે પુરાવી દીધા છે, અસામાજિક તત્‍વોમાં સન્નાટો વ્‍યાપી જવા સાથે સુરતના સીધા અને સજ્જન લોકોમાં પોલીસ કમિશનર અને તેમની ટીમ ઉપર સતત અભિનંદન વર્ષી રહ્યા છે.

પીસીબી પીઆઇ આર.એસ . સુવેરા ટીમ દ્વારા રાત દિવસના ઉજાગરા કરી જાતીય સતામણી, ઘરફોડ ચોરી, ગુંડાગીરી કરનાર સામે જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બદલ તમામને અભિનદન આપી યે તો સિર્ફ ઝાંખી હૈ, મૈન પિકચર અભી બાકી હૈ, તેમ જણાવી આવા માથાભારે, રીઢા ગુનેગાર, બુટલેગર, વ્‍યાજખોર, લુખ્‍ખા વિગેરે સામે આ કાર્યવાહી અવિરત રાખવા સતત સક્રિય રહેવા પણ સૂચન કરેલ છે, મતલબ પાસા, તડીપાર પગલાં હવે અવિરત રહશે તેવું પોલીસ તંત્ર વ્‍યાપક રીતે માનવા લાગ્‍યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંજાબ કિંગ્સના બેટ્સમેન જોની બેયરસ્ટોએ ધમાકેદાર સદી સાથે KKRને હરાવ્યું
Next articleદિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ ગેરમાં ખામી સર્જી હતી