Home વ્યાપાર જગત - BUSINESS લાલ નિશાન સાથે બજાર બંધ થયું, નિફ્ટી 19800ની નીચે બંધ

લાલ નિશાન સાથે બજાર બંધ થયું, નિફ્ટી 19800ની નીચે બંધ

16
0

2 દિવસના ઉછાળા બાદ આજે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. આજે પીએસઈ, મેટલ, ઓટો, એનર્જી શેરોમાં ખરીદારી રહી હતી જ્યારે આઈટી, રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. જ્યારે બેન્ક, એફએમસીજી, ફાર્મા સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ થયા છે. BPCL, કોલ ઈન્ડિયા, મારુતિ સુઝુકી, NTPC અને પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. જ્યારે ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, TCS, LTIMindtree અને Infosys નિફ્ટીમાં ટોપ લુઝર હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 64.66 પોઈન્ટ અથવા 0.10 ટકાના ઘટાડા સાથે 66,408.39 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 17.35 પોઈન્ટ અથવા 0.09 ટકાના ઘટાડા સાથે 19794.00 ના સ્તર પર બંધ થયો હતો..

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે IT અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 30 શૅર તેજી સાથે અને 20 ઘટાડા સાથે બંધ થયા હતા.શેરબજાર ઘટાડા સાથે બંધ થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 322.08 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 321.61 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 47,000 કરોડનો વધારો થયો છે..

વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થઈ છે. તેણે રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ એક વાયર કંપની છે, જેણે ગુરુવારે BSE પર 55.56 ટકાના પ્રીમિયમ સાથે શાનદાર એન્ટ્રી કરી હતી. રોકાણકારોના રોકાણમાં એક જ દિવસમાં લગભગ 56 ટકાનો વધારો થયો છે. BSE પર રૂ. 54ની પ્રાઇસ બેન્ડ સામે પ્લાઝા વાયર્સના IPOએ 84 ના ભાવે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સ્ટોક NSE પર 40.74 ટકાના પ્રીમિયમ પર રૂ. 74 પર લિસ્ટ થયો છે. આ IPO પણ સબસ્ક્રાઇબ રેકોર્ડ હતો. 29 સપ્ટેમ્બરે ખુલેલ આ IPO 5 ઓક્ટોબર સુધી 161 વખત સબસ્ક્રાઇબ થયો હતો. પ્લાઝા વાયર્સને છૂટક રોકાણકારો દ્વારા 374.81 વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્થાકીય રોકાણકારોએ 42.84 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું અને 388.09 વખત સૌથી વધુ બિડ લગાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારત-પાક. મેચ માટે પીસીબીના વડા ઝાકા અશરફ અમદાવાદની મુલાકાતે
Next articleG-20 પછી હવે 9મી P-20 ની બેઠક દેશની રાજધાનીમાં યોજાશે