Home રમત-ગમત Sports ભારત-પાક. મેચ માટે પીસીબીના વડા ઝાકા અશરફ અમદાવાદની મુલાકાતે

ભારત-પાક. મેચ માટે પીસીબીના વડા ઝાકા અશરફ અમદાવાદની મુલાકાતે

43
0

(GNS),12

આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી અગત્યની અને રોમાંચક બનનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની 14મી ઓક્ટોબરની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચ નિહાળવા માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા ઝાકા અશરફ ગુરુવારે અમદાવાદ આવી પહોંચશે. વર્તમાન વર્લ્ડ કપમાં હજી સુધી પાકિસ્તાની મીડિયાને ભારત આવવા માટે લીલી ઝંડી મળી ન હતી પરંતુ પાકિસ્તાની પત્રકારોને ભારત આવવા માટે તેમના પાસપોર્ટ જમા કરાવી દેવાની કહેવામાં આવ્યું છે અને તેમને આ અંગે લીલી ઝંડી મળવાની બાબતને સમર્થન મળ્યા બાદ ઝાકા અશરફે ભારત આવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

અંદાજે 60 જેટલા પાકિસ્તાની પત્રકારોએ વર્લ્ડ કપના કવરેજ માટે ભારત આવવા માટે અરજી કરી હતી પરંતુ તેમની વિઝા પ્રક્રિયામાં વિલંબ થયો હતો. તેનો અર્થ એ થતો હતો કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુમાવી દેવાના હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે મેં મારો ભારતનો પ્રવાસ વિલંબમાં મૂક્યો હતો પરંતુ હવે ગુરુવારે હું પ્રવાસ કરી રહ્યો છું અને મેં એ બાબતું ધ્યાન રાખ્યું હતું કે પાકિસ્તાની પત્રકારોને વર્લ્ડ કપ વૃકવર કરવા માટે હવે તેમના પાસપોર્ટ જમા કરવાનું કહેવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડ કપમાં રોહિત શર્માની સર્વાધિક સદી, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
Next articleલાલ નિશાન સાથે બજાર બંધ થયું, નિફ્ટી 19800ની નીચે બંધ