Home રમત-ગમત Sports લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા

લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા

38
0

(GNS),17

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાઈ હતી. આ મેચ દરમિયાન વરસાદ પડતા ગ્રાઉન્ડ સ્ટાફને પિચ અને મેદાનને કવર કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર તેમની મદદ માટે આવ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શ્રીલંકાની ઈનિંગ દરમિયાન 32મી ઓવર બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી અમ્પાયરોએ મેદાન પર કવર મંગાવ્યા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને કવર ખેંચવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે ડેવિડ વોર્નર મદદ માટે આગળ આવ્યો અને કવરને પિચ પર લાવવામાં ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરી હતી. વોર્નરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડેવિડ વોર્નરે શ્રીલંકા સામેની મેચમાં ફિલ્ડિંગમાં શાનદાર કેચ પણ લીધો હતો..

પેટ કમિન્સનો બોલિંગમાં વોર્નરે શ્રીલંકાના નિસાન્કાનો મુશ્કેલ કેચ પકડ્યો હતો. ડીપ સ્ક્વેર લેગ પર ઉભા રહી વોર્નર તેની ડાબી તરફ દોડ્યો હતો અને શાનદાર ડાઈવિંગ કરી કેચ પકડ્યો હતો. જોકે આ મેચમાં ડેવિડ વોર્નર બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. ટીમને સારી શરૂઆતની જરૂર હતી પરંતુ વોર્નરના વહેલા આઉટ થવાના કારણે ટીમને સારી શરૂઆત મળી ન હતી. દિલશાન મધુશંકાએ વોર્નરને પેવેલિયનનો આઉટ કર્યો હતો. તેણે ચોથી ઓવરના પહેલા બોલ પર વોર્નરને LBW આઉટ કર્યો હતો.

આ મેચમાં શ્રીલંકાને પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે સારી શરૂઆત અપાવી હતી અને બંનેએ 125 રનની ભાગીદારી કરી હતી, છતાં શ્રીલંકાની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. આખી ટીમ 43.3 ઓવરમાં માત્ર 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌમાં ઓસ્ટ્રેલિયન ટીમે 210 રનનો લક્ષ્યાંક 35.2 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો અને આ જીત સાથે વર્લ્ડ કપમાં હારની હેટ્રીકથી ટીમ બચી ગઈ હતી. વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની આ પહેલી જીત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલીની નિવૃત્તિને લઈને ભારતીય પોડકાસ્ટર અને મુથૈયા મુરલીધરનની ચર્ચા વાયરલ
Next articleઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા