Home દુનિયા - WORLD ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા

ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા

27
0

(GNS),17

વર્લ્ડ કપ 2023 શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. વર્લ્ડ કપ 2023ની 14મી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાં ચાલુ મેચ દરમિયાન વરસાદ શરૂ થતાં મેચને થોડા સમય માટે રોકવામાં આવી હતી. વરસાદની સાથે વાવાઝોડું પણ આવતા મેદાનમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. મેચ વરસાદ શરૂ થતાં મેચ રોકવામઆ આવી, ત્યારે અચાનક વાવાઝોડું પણ આવ્યું, જેના કારણે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા બેનર ઉખડી ગયા હતા. આ બેનર ઉખડીને સ્ટેડિયમમાં જ દર્શકોના સ્ટેડ તરફ પડ્યા હતા.

લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલા બેનરો વાવાઝોડાના કારણે પડ્યા, એ પહેલા જ વરસાદના કારણે દર્શકોએ ત્યાંથી હટી ગયા હતા, જેના કારણે સદનસીબે કોઈને પણ આ બેનરના પડવાથી નુકસાન થયું નથી. કોઈ જાનહાનિ કે કોઈ ઈજા પણ નથી થઈ. વરસાદ અને વાવાઝોડાના કારણે બેનર પડ્યા, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ અને કોઈ મોટી દુર્ધટના ન ઘટી, એ દર્શકો માટે સારી બાબત છે. જોકે આ ઘટના બાદ ચોક્કથી સ્ટેડિયમમાં બેનર લગાવવા કે નહીં, અને લગાવવા તો ક્યાં, આ સવાલ દર્શકોના મનમાં ઊભા થયા છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન વાવાઝોડું આવતા બેનર પડવાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેના પર ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. અનેક ફેન્સ આ ઘટનાની નિંદા પણ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા
Next articleભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન થયો ઈજાગ્રસ્ત