Home રમત-ગમત Sports રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીની ડબલ સેન્ચુરીએ તોડ્યો 44 વર્ષ જુનો...

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીની ડબલ સેન્ચુરીએ તોડ્યો 44 વર્ષ જુનો રેકોર્ડ

12
0

(GNS),15

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ રહી છે. યજમાન ટીમના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 150 રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં ભારતે મેચના બીજા દિવસે 2 વિકેટે 312 રન બનાવ્યા હતા અને 162 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ દાવમાં યજમાનોને 150 રનમાં આઉટ કર્યા બાદ ઓપનિંગ જોડીએ રેકોર્ડબ્રેક બેટિંગ કરી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના નામે 44 વર્ષ જૂનો રેકોર્ડ છે. બંનેએ પ્રથમ વિકેટ માટે 229 રન જોડ્યા અને દિગ્ગજોને પાછળ છોડી દીધા. યશસ્વી જયસ્વાલ સાથે મળીને કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 229 રનની ભાગીદારી કરી હતી. વિદેશમાં રમાયેલી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી બની છે. વર્ષ 1979માં સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણની જોડીએ આ રેકોર્ડ બનાવ્યો હતો. સુનીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણે 1979માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ મેદાન પર 213 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. મેચના પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યા બાદ બંનેએ મુશ્કેલીમાં ફસાયેલી ટીમ માટે આ અનોખી ભાગીદારી રમી હતી. સુનીલ ગાવસ્કરે 221 જ્યારે ચેતને 80 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે 229 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન રોહિતે 103 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે મેચના બીજા દિવસે 143 રનની ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો. ત્રીજા દિવસની રમતમાં તે બેવડી સદી ફટકારવાના ઈરાદા સાથે ઉતરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિન્ડીઝ સામેની બીજી ટેસ્ટ માટે રોહિતે શર્માએ કહ્યું- આ ખેલાડીઓને મળી શકે છે તક!
Next articleમારા માં બાપને સમર્પિત છે આ સદી : યશસ્વી જસ્વાલ