Home રમત-ગમત Sports મારા માં બાપને સમર્પિત છે આ સદી : યશસ્વી જસ્વાલ

મારા માં બાપને સમર્પિત છે આ સદી : યશસ્વી જસ્વાલ

15
0

(GNS),15

યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું છે. ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં જ તેણે સદી ફટકારી હતી. તે 143 રન બનાવ્યા બાદ પણ નોટ આઉટ રમી રહ્યો છે. ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે 17મો ભારતીય ખેલાડી બન્યો છે. મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 2 વિકેટે 312 રન બનાવી લીધા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં માત્ર 150 રન બનાવ્યા હતા. તો સામે પ્રથમ ઇનિંગમાં જ ભારતીય ટીમને 162 રનની જંગી લીડ મળી છે. BCCIએ યશસ્વી જયસ્વાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. આમાં 21 વર્ષનો આ બેટર એકદમ ભાવુક થઈ ગયેલો દેખાય છે. મૂળ ઉત્તરપ્રદેશનાં ખેલાડી, યશસ્વીને મુંબઈમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. યશસ્વીએ કહ્યું હતું કે આ ક્ષણ મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ભાવુક પળ હતી. આ એક લાંબી જર્ની રહી છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને કોઈપણ રીતે મદદ કરી છે. આ સદી મારા માતા-પિતાને સમર્પિત છે, મારા જીવનમાં તેમનું મોટું યોગદાન છે. યશસ્વી જયસ્વાલે કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે, આપણે આગળ વધવાનું છે. ભગવાન છે… બસ. હું વધુ કહેવા માંગતો નથી. IPL 2023માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર યશસ્વીએ T20 લીગમાં પણ સારો દેખાવ કર્યો હતો. તેણે 13 બોલમાં અડધી સદી ફટકારી છે. તેણે IPLની 16મી સિઝનમાં પણ સદી ફટકારી હતી. ત્યાર બાદ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ આ પ્રદર્શનને આગળ લઈ જવા ઈચ્છે છે. તેણે અત્યાર સુધી 15 મેચની 26 ઇનિંગ્સમાં 80ની એવરેજથી 1845 રન બનાવ્યા છે. તેણે 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 265 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. હવે તે ડેબ્યૂ ટેસ્ટમાં પણ બેવડી સદી ફટકારવા તરફ નજર રાખી રહ્યો છે. આ પહેલા કોઈ ભારતીય ડેબ્યૂ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી શક્યો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડીની ડબલ સેન્ચુરીએ તોડ્યો 44 વર્ષ જુનો રેકોર્ડ
Next articleદૈનિક રાશિફળ (તા.૧૬-૦૭-૨૦૨૩)