Home ગુજરાત રૂપાણી રાજમાં બિલ્ડરો બન્યા બેફામ…! સરકારી બાબુઓની મિલીભગત કે રહેમ નજર..?

રૂપાણી રાજમાં બિલ્ડરો બન્યા બેફામ…! સરકારી બાબુઓની મિલીભગત કે રહેમ નજર..?

310
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૧૧
ગુજરાતમાં રાજયમા જોરશોરથી વિકાસ થઇ રહયો છે તે વાત સાચી છે. પરંતુ કઈ રીતે અને કઈ બાજુ વિકાસ થઈ રહ્યો છે તેનાથી ગુજરાતની પ્રજા અજાણ છે ,કેમ કે ગુજરાતમાં બિલ્ડરો મોટી મોટી ઇમારતો ઉભી કરી દઈ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોય તેવા કિસ્સા ઘણા પ્રમાણમાં જોવા મળતા હોય છે, આ બિલ્ડીંગો ઉભી થાય છે કઈ રીતે અને કેમ ગ્રાહકો છેતરાય છે તેનાથી પણ ગુજરાતની જનતા અજાણ છે ,મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં પરદર્શકતાની વાતો તો કરવામાં આવે છે પરંતુ પરિણામ હજુ સુધી જોવા મળતું નથી અને તેનું મુખ્ય કારણ ઉચ્ચ સરકારી બાબુઓ જ છે કેમ કે બિલ્ડરો સાથે ઉચ્ચ કક્ષાએ સેટિંગ કરી રહેમ નજર રાખી દેવામાં આવતી હોય છે.આના કારણે બિલ્ડરોને 7 માળની પરમિશન મળી હોય અને બાંધકામ 9 અને 10 માળ સુધી બાંધી દેતા હોય છે, અને આનું પરિણામ ગ્રાહકે ભોગવવું પડતું હોય છે,
અંગત સુત્રોથી મળતી માહિતી મળી રહી છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ આવી ગેરકાયેદર બાંધકામ કરી ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે.અને તેના ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અધિકારીઓએ પણ ચુપી સાધી લીધી છે.કેમ ચુપી સાધી હશે તે આપણે સારી રીતે જાણીએ છીએ,ગાંધીનગરમા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતું તે નાના વેપારીઓ તેમજ લારી ગલ્લા વાળાઓ ઉપર તવાહી કરી કર્મચારીઓ કરેલ કામગીરી બતાવે છે, ત્યારે એક નજર જોતા એવું થાય છે કે કેમ તમને ગેરકાયેદેસર બાંધકામ કરેલ દબાણ દેખાતા નથી..? મોટા વેપારીઓ ફૂટપાથ ઉપર દબાણ કરે છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી…? ત્યારે તમારા નિયમો ક્યાં જાય છે..? તમારો સત્તાનો પાવર કેમ મોટા બિલ્ડરો ઉપર અને મોટા વેપારીઓ ઉપર ચાલતો નથી..?
ગાંધીનગર વિધાનસભાની સામે જ સેક્ટર 11મા જ ગેરકાયદેસર બાંધકામ થઈ રહયા છે તેવી માહિતી સુત્રોથી આવી રહી છે, તેમજ એવી પણ માહિતી આવી રહી છે કે આમા જે બિલ્ડરો છે તે રાજકીય છે તેના કારણે જ તેમને કોઈ નિયમ લાગતો નથી, જે ઇમારતો ઉભી થઇ રહી છે તેમાં ગેરકાયદેસર રીતે બે થી ત્રણ માળ બની રહયા છે, છતાં પણ તંત્ર ખામોશ કેમ છે.? રૂપાણી સાહેબ તમે પરદર્શકતાની વાતો કરો છો પરંતુ તમારી સરકારના કર્મચારીઓને જ તમારી વાત પચાવી શકતા નથી..? તેના કારણે જ સાહેબ તમારી સરકારમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે..? અને આનું પરિણામ ગ્રાહકો ભોગવી રહયા છે, આ એજ ગ્રાહકો છે જે તમારા મતદાતાઓ છે.અને તમને ખોબે અને ખોબે મત આપી તમને આજે ગુજરાતના સી.એમ બનાવ્યા છે.તો સાહેબ એક નજર રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં પણ કરો, કેટલાય વર્ષોથી એક ને એક કર્મચારીઓએ આ વિભાગમાં અડીંગા જમાવી દીધા છે, અને તેમની બદલીઓજ કરવામાં આવી નથી, જો આવા કર્મચારીઓની બદલીઓ કરવામાં આવશે તો પણ થોડા અંશે ભ્રષ્ટાચાર રોકવામાં સફળતા મળશે..અને જો આમ થશે તો સાહેબ તમારા જ મતદાતાઓ છેતરપિંડીના ભોગ બનતા અટકશે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ, આજે સુપ્રીમનો ચુકાદો, દેશભરમાં હાઇ એલર્ટ
Next article“હું અને માત્ર હું જ”…’હિન્દુત્વ’નું નેતૃત્વ’ મોદિત્વ ‘હેઠળ ક્ષીણ થઈ રહ્યું છે….!?