Home ગુજરાત ‘રૂપાણી રાજ’માં અરાજકતાનાં એંધાણ…સમગ્ર રાજયમાં લુટફાટની દહેશત

‘રૂપાણી રાજ’માં અરાજકતાનાં એંધાણ…સમગ્ર રાજયમાં લુટફાટની દહેશત

916
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.8
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસ પહેલા જાહેરાંત કરી કે નર્મદા ડેમમાં પાણી નથી, ખેડુતોને ઉનાળુ પાક નહીં લેવા વિનંતી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માત્ર એક લિટીમાં જાહેરાંત કરી પોતાની જવાબદારી પુર્ણ કરી દીધી પણ ઉનાળુ વાવેવતર કરશો નહીં તેવું કહ્યું પણ વિજયભાઈ જાણે છે કે જો ઉનાળુ વાવેવતર થશે નહીં તો રાજ્યના કેટલાંક લાખ લોકો સાગમટા બેકાર થઈ થઈ જશે અને જ્યારે ભુખની પીડા સહન શકિતની બહાર જશે, ત્યારે ભુખ્યાજનોને જઠરાગ્ની જે સ્થિતિ નિર્માણ કરશે તે કલ્પના બહારની ઘટનાઓ હશે. નર્મદા ડેમમાં પાણી ઓછું, તેમાં કોઈ રાજય અથવા કોઈ મુખ્યમંત્રી કઈ કરી શકે નહીં, પણ પાણી ઓછું કેમ થઈ ગયું, તો તેની પાછળ અણધડ નિર્ણયો કારણભુત છે.
નર્મદા ડેમનો વિરોધ કરનાર પણ એક વર્ગ છે, જેમાં મેઘા પાટકરનું નામ મોખેરે છે, તેઓ વર્ષોથી નર્મદા બચાવો આંદોલન ચલાવી રહ્યા છે, તેમની ચિંતા નર્મદા નદી અને તટ ઉપર વસનાર આદિવાસી ખેત મજુરોની છે, જો કે મેઘા પાટકરની વાત સાંભળવા અને સમજવાને બદલે તેઓ વિદેશ ફંડના આધારે નર્મદાનો વિરોધ કરી રહ્યા છે, તેવો તેમની ઉપર ગુજરાત સરકાર અને ગુજરાતના શાસનકર્તા અનેક વખત આરોપ મુકી ચુકયા છે, ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભાજપ સત્તા ઉપર આવી ત્યાં સુધી મેધા પાટકર ઉપર આ આરોપ મુકાતો આવ્યો છે..
ગુજરાતમાં બહુ ઓછા લોકો મેઘા પાટકર સાથે સંમત્ત હતા, પણ તેમની ઉપર ગુજરાત વિરોધીનું સ્ટીકર મારી દેવામાં આવ્યુ, જેમાં જાણિતા નવલકથાકાર સ્વર્ગસ્થ અશ્વીની ભટ્ટ અને જાણિતા કાયદાવિદ ગીરીશ પટેલનો પણ સમાવેશ થાય છે. મેઘા પાટકર અને તેમના સાથીઓ વર્ષોથી એવી શંકા વ્યકત કરી રહ્યા હતા, કે નર્મદાનું પાણી ગુજરાત અને ખાસ કરી કચ્છ જેવા છેવાડાના ગામડાઓને મળે તો વાંધો નથી, પણ શાસનકર્તાઓ( કોંગ્રેસ અને ભાજપ સહિત તમામ પાર્ટીઓ) ગામડાઓને બદલે આ પાણી શહેરોને આપશે, ત્યારે તેમની વાત કોઈ માનવા તૈયાર ન્હોતુ,શાસનકર્તા ગામડાઓને બદલે શહેરી મતદારોની ચીંતા કરે છે, શહેરનો મતદાર બોલકો અને વિધાનસભાની બેઠકો ઉપર અસર પાડી શકે છે,  પાટકર જુથની દલીલ હતી કે અમદાવાદ જેવા શહેરો પાસે પાણીના સ્ત્રોત છે, જયારે ગામડાઓની જમીન અને માણસો બંન્ને પાણી માટે વલખા મારે છે.
કોંગ્રેસ શાસનમાં હતી, ત્યારે કોંગ્રેસ કઈ કર્યુ નહીં, અને અમે શાસનમાં આવ્યા ત્યારથી રાજયમાં ટેંકર(પાણીના) રાજ ખતમ થઈ ગયુ છે, તેવો ભાજપનો દાવો અને ઘમંડ હતું, પણ આજે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. અમદાવાદના રીવરફ્રન્ટની ભરી રાખવા માટે નર્મદાનું જે પાણી ગામડાઓની જમીન અને લોકોને મળવુ જોઈતુ હતું, તે માત્ર દેખાડો કરવા માટે અમદાવાદના રીવરફ્રન્ટમાં વેડફી નાખવામાં આવ્યુ, વિદેશથી આવતા મહેમાનોને ખબર ન્હોતી કે અમદાવાદનો રીવરફ્રન્ટ સોહામણો લાગે છે, તે અનેક ખેડુતોના નિસાસા અને ગામડાઓની તરસનું પરિણામ છે, મધ્યપ્રદેશમાંથી પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે, તેની ગુજરાત સરકાર અને વિજય રૂપાણીને ખબર ન્હોતી તેવુ નથી, મધ્યપ્રદેશ તરફથી આવી રહેલુ પાણી ઘટી રહ્યુ છે, તેવુ તેમના જ અધિકારીએ છ મહિના પહેલા કહ્યુ હતું, પણ વિધાનસભાની ચુંટણી માથા ઉપર હતી, જેના કારણે દેખાડા કરવાના તમામ કાર્યક્રમો માટે નર્મદા ડેમમાંથી પાણી છોડયા કર્યુ તેનું આ પરિણામ છે..
જે આદર્શ ગુજરાત અને સલામત ગુજરાતની આપણે વાત કરીએ છીએ, તે જ ગુજરાતમાં નર્મદાની કેનાલ ઉપર પાણી ચોરી અટકાવવા માટે આપણે પોલીસનો પહેરો મુકવો પડે અથવા જે રાજયના ખેડુતનો પોતાના સુકાઈ રહેલા પાક માટે પાણી ચોરી કરવી પડે તે સ્થિતિ બંન્ને તરફથી કમનસીબ છે, વિજય રૂપાણીએ કહ્યુ પાણી નથી, તમે ઉનાળુ પાક લેતા નથી, હજી ઉનાળો આવ્યો નથી, હજી તો શિયાળો ચાલી રહ્યો છે. અમદાવાદથી માત્ર આઠ કિલોમીટર દુર આવેલા વિસલપુર ગામના ડૉ તુષાર પટેલ કહે છે તેમના ગામ પાસેથી પસાર થતી ફતેવાડી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યુ, શિયાળુ પાક ઉભો છે, પણ પાણી નથી, જો અમદાવાદથી આઠ કિલોમીટરના અંતરે આવી સ્થિતિ હોય તો  સૌરાષ્ટ્ર અને કચ્છની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
વિજય રૂપાણી અને નિતીન પટેલે કહ્યુ કે 15 માર્ચ પછી ખેડુતો અને ઉદ્યોગોને પાણી આપી શકાય તેમ નથી, પણ તેના કારણે જે સ્થિતિ નિર્માણ થવાની છે તે ભયંકર છે, ગુજરાતના 10 લાખ ખેડુતો અને તેમની ઉપર નભતા ઓછામાં 50 લાખ ખેત મજુરો બેકાર થઈ જશે,  જે રાજયમાં રાજયની બેદરકારી અને આયોજના અભાવે રાજયના દસ ટકા લોકો એક સાથે બેકાર થઈ જાય તો, તેઓ જીવશે કેવી રીતે તેનું કોઈ આયોજન રાજય પાસે નથી, જયારે આ બેકારોનું ભુખ પરાકાષ્ટા પાર કરશે, ત્યારે તેમને રસ્તા ઉપર ઉતરી લુંટ કરતા રોકવા રાજય માટે મુશ્કેલ બની જશે.,વિકાસોનું ગુલબાંગો વચ્ચે માણસ-માણસને મરતા અચકાશે નહીં, ગુજરાતમાં વર્ષો પછી હાઈવે લુંટ અને ચોરીના બનાવો બને તો નવાઈ નહીં,

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૨૦૧૯ માં ભાજપને સત્તામુખી કરવામાં શું ફરી જેટલી કારણભૂત બનશે ?
Next article“મારા ડીગ્રીવાળા વીરા, તને લારી લઇ દઉ! પણ તને “આત્મ સન્માન’’ ક્યાંથી લાવી દઉ ?’’