Home ગુજરાત રુપાણી વહીવટી તંત્રનો વધુ એક છબરડોઃ એઇટીન મીલિયન એટલે અઢાર લાખ….!!!

રુપાણી વહીવટી તંત્રનો વધુ એક છબરડોઃ એઇટીન મીલિયન એટલે અઢાર લાખ….!!!

385
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.14

રાજયનાં આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં 15 ઓગષ્ટ્ર સ્વતંત્રતા પર્વની રાજયકક્ષાની ઉજવણી થઇ છે. 15ની પૂર્વસંધ્યાએ આજે નસવાડીની એકલવ્ય તીરંદાજી એકડમી ને મુખ્યમંત્રી વિજયરુપાણી દ્વારા 18 લાખની સહાયતાનો જે ચેક આપવામાં આવ્યો તેમાં વહીવટી તંત્રનો એક છબરડો બહાર આવ્યો છે.ચેકમાં આંકડા માં 18 લાખ લખ્યા છે. જયારે શબ્દોમાં કોઇ હરખ પદુડા અધિકારી દ્વારા એઇટીન મીલિયન એવું અંગ્રજીમાં લખ્યું છે.એક મીલિયન એટલે 10 લાખ થાય એટલે 1.8 કરોડની રકમ થઇ કહેવાય પરંતુ ખરેખર ચેક આપ્યો છે 18 લાખનો. શું આ મુખ્યમંત્રી રુપાણીને બદનામ કરવાનું કોઇ આયોજનબધ્ધ કાવતરું તો નથી ને? એવો પણ સવાલ રાજકીય ક્ષેત્રે ચર્ચાઇ રહ્યો છે. કેમ કે છેલ્લા ઘણાં સમયથી છાશવારે એવી રાજકીય અટકળો વહેતી થાય છે કે રુપાણી ને બદલવામાં આવશે.
મુખ્યમંત્રીએ છોટાઉદેપુર ખાતે નસવાડી એકડમીમે જે 18 લાખ રુપિયાની સહાયનો ચેક આપ્યો છે. તેમાં જીલ્લા રમત ગમત અધિકારી એલબી ચૌહાણની સહી છે.આ અધિકારી એ ભુલ કરી કે પછી કોઇએ તેમને ગેરમાર્ગે દોરયા કે પછી તેમને મીલિયનમાં ખબર ના પડી તે એક તપાસનો વિષય છે. પરંતુ આ છબરડો કોઇ નાનો મોટો નથી કેમ કે મુખ્યમંત્રી રુપાણી પોતે એ ચેકની સાથે ફોટો પડાવી રહ્યા છે. ચેકમાં વંચાય છે કે 18 મીલિયન એટલે કે 180 લાખ રુપિયા થાય.પરંતુ આંકડામાં 18 લાખ લખેલા છે.આ કોઇ મુખ્યમંત્રી રુપાણીને ભરબજારે બદનામ કરવાનું કાવતરું અને તે પણ આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી સમાજને અપાયેલી સરકારી સહાયનાં પ્રસંગમાં જબરજસ્ત ભૂલ જોવા મળી રહી છે.
જીલ્લા અધિકારી કલાસ 1 કક્ષાનાં હોય છે.માનો કે તેનાં થી ભૂલ થઇ પરંતુ જયારે મુખ્યમંત્રીનાં હસ્તે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે આવા પ્રસંગે આઇ એ એસ અધિકારી એ પણ કાળજી લેવી જોઇતી હતી. જે લેવાઇ નથી.આ છબરડા માટે મુખ્યમંત્રી એ તપાસ કરી ને અધિકારી ઓને એક મીલિયન એટલે કેટલા લાખ રુપિયા થયા તેની સાદી સમજ આપવી જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં સોમવારની સાંજ શિવજીને નામ, રતનેશ્વર પાર્કના લોકોએ બેલપત્રી ચડાવી કરી શિવની પૂજા….
Next article370ની નાબુદી કશ્મીરીઓ માટે ફાયદાકાર બનશે: રાષ્ટ્રપતિ