Home દેશ 370ની નાબુદી કશ્મીરીઓ માટે ફાયદાકાર બનશે: રાષ્ટ્રપતિ

370ની નાબુદી કશ્મીરીઓ માટે ફાયદાકાર બનશે: રાષ્ટ્રપતિ

638
0

( જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.14

73માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ સંબોધનમાં રાષ્ટ્રપતિએ ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી. સાથે જ એ વિશ્વાસ અપાવ્યો કે, જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી તે ત્યાંના લોકો માટે ફાયદાકારક નિવડશે.

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું, મને વિશ્વાસ છે કે, જમ્મુ-કશ્મીર અને લદ્દાખ માટે કરવામાં આવેલા ફેરફારથી ત્યાંના લોકોને મોટા પ્રમાણમાં લાભ થશે. સાથે જ રાષ્ટ્રપતિએ કહ્યું, સરકાર, લોકોની આશાઓ, આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમની મદદ માટે સારી બુનિયાદી સુવિધાઓ અને સામર્થ્ય ઉપલબ્ધ કરી રહી છે.

રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, લોકોના જનાદેશમાં એમની આકાંક્ષાઓ દેખાઈ રહી છે. આ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર પોતાની ભૂમિકા નિભાવી રહી છે. મારૂં માનવું છે કે 130 કરોડ ભારતવાસી પોતાના કૌશલ્ય, પ્રતિભા અને ઈનોવેશનના કારણે મોટા પ્રમાણમાં વિકાસ માટે વધુ તકો ઉભી કરી શકે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન

– હું આપ સૌ ને સ્વતંત્રતા દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.

– આપણી સંસ્કૃતિની આ વિશેષતા છે કે આપણે સૌ પ્રકૃતિ માટે અને તમામ જીવો માટે પ્રેમ અને કરૂણાનો ભાવ રાખીએ છીંએ. સમગ્ર દુનિયાના જંગલી વાઘની ત્રણ ચતુર્થાંશ વસ્તીને આપણે સુરક્ષીત આશ્રય આપ્યો છે.

– મને વિશ્વાસ છે સમાજના અંતિમ વ્યક્તિ માટે ભારત, પોતાની સંવેદનશીલતા બનાવી રાખશે. ભારત, પોતાના આદર્શો પર અટલ રહેશે. ભારત પોતાના જીવન મુલ્યને જાળવશે અને સાહસની પંપરાને આગળ વધારશે.

– ભારત યુવાઓનો દેશ છે. આપણા યુવાઓની ઉર્જા રમતથી લઇને વિજ્ઞાન સુધી અને જ્ઞાનની શોધથી લઇને સોફ્ટ સ્કિલ સુધી ઘણા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા ફેલાયેલી છે.

– સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદુપયોગ કરવો અને તેની રક્ષા કરવી, આપણા તમામનું કર્તવ્ય છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ ભારતીયનું છે, આપણા તમામનું છે કારણ કે આ રાષ્ટ્રીય સંપત્તિ છે.

– સરકાર, લોકોની આશાઓ-આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમની મદદ માટે સારી બુનિયાદી સુવિધાઓ અને સામર્થ્ય ઉપલબ્ધ કરી રહી છે.

– લોકોના જનાદેશમાં એમની આકાંક્ષાઓ દેખાઈ રહી છે. આ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સરકાર પોતાની ભૂમિકા નિભાવી રહી છે. મારૂં માનવું છે કે 130 કરોડ ભારતવાસી પોતાના કૌશલ્ય, પ્રતિભા અને ઈનોવેશનના કારણે મોટા પ્રમાણમાં વિકાસ માટે વધુ તકો ઉભી કરી શકે છે.

– આજે આપણું લક્ષ્ય છે કે વિકાસની ગતી ઝડપી બને, શાસન વ્યવસ્થા કાર્યક્ષમ અને પારદર્શક બને જેથી લોકોનું જીવન વધુ સારૂં બને

– મને એ વાતની ખુશી છે કે, સંસદમાં પૂર્ણ થયેલ સત્રમાં લોકસભા અને રાજ્યસભા બન્નેમાં બેઠકો બહુ સફળ રહી છે.

– આ આપણા તમામની જવાબદારી છે કે, આપણા ગૌરવશાળી દેશની નવી ઉંચાઈ સુધી પહોંચાડવા જોશની સાથે, હાથથી હાથ મીલાવીને કામ કરીએ.

– આ વર્ષે ગર્મિઓમાં તમામ દેશવાસિયોએ મતદાન કરીને દેશની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયાને પૂર્ણ કરી છે. આ ઉપલબ્ધી માટે તમામ મતદારો શુભેચ્છાને પાત્ર છે.

– મને વિશ્વાસ છે કે, જમ્મુ-કશ્મીર અને લદ્દાખ માટે કરવામાં આવેલા ફેરફારથી ત્યાંના લોકોને મોટા પ્રમાણમાં લાભ થશે.

– જે મહાન પેઢીના લોકએ આપણે આઝાદી અપાવી, તેમના માટે સ્વાતંત્ર્યતા માત્ર રાજકીય સત્તાને પ્રાપ્ત કરવા જેટલી સીમિત નહોતી. એમનો ઉદ્દેશ્ય તમામ વ્યક્તિના જીવન અને સમાજની વ્યવસ્થાને સારૂં બનાવવાનો પણ હતો.

– ગુરૂ નાનાક દેવજીના તમામ અનુયાયિયઓને હું આ પાવન જયંતી વર્ષ માટે મારી હાર્દિક શુભેચ્છા આપું છું.

– 2019નું આ વર્ષ, ગુરૂ નાનક દેવજીનું 550મું જયંતી વર્ષ પણ છે. તે ભારતના સૌથી મહાન સંતોમાં એક છે.

– વર્તમાનમાં ચાલી રહેલા આપણા અનેક પ્રયાસો ગાંધીજીના વિચારોને જ યથાર્થ રૂપ આપે છે. સૌર ઉર્જાના ઉપયોગને વિશે, મહત્વ આપવું એ પણ ગાંધીજીના વિચાર અનુરૂપ છે.

– આપણે તે અસંખ્ય સ્વતંત્રતા સેનાનિયો અને ક્રાંતિકારિઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીંએ, જેમણે આપણે આઝાદી આપાવવા માટે સંધર્ષ, ત્યાગ અને બલિદાનના મહાન આદર્શ રજૂ કર્યા.

– આ સ્વાતંત્રતા દિવસ ભારત-માતાના તમામ સંતાનો માટે ખુશીનો દિવસ છે, પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરુપાણી વહીવટી તંત્રનો વધુ એક છબરડોઃ એઇટીન મીલિયન એટલે અઢાર લાખ….!!!
Next articleદેશના પ્રત્યેક ઘરમાં પીવાનું પાણી, પ્લાસ્ટિક-મુક્ત ભારત: લાલ કિલ્લા પરથી પીએમ મોદીની જાહેરાત